સિડનીઃ જ્યારે દુનિયાભરમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે બધા ક્રિકેટર પોત-પોતાના અંદાજમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. તાજેતરમાં ડેવિડ વોર્નર પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. વોર્નરે પોતાની દિકરી સાથેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જે ધૂમ મચાવી રહ્યાં છે, ત્યારે હવે વોર્નરનો વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં શીલા કી જવાની સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે.
ડેવિડ વોર્નરે બોલિવૂડ સોન્ગ કર્યો ડાન્સ, ‘શીલા કી જવાની’ પર લગાવ્યાં ઠુમકા - david-warner-shared-dance-videos
વોર્નરે પોતાની દિકરી સાથેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જે ધૂમ મચાવી રહ્યાં છે. વોર્નરે વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે શીલા કી જવાની સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે.
ડેવિડ વોર્નરે ટિકટોક વીડિયો બનાવ્યો છે અને આ વીડિયોમાં પોતાની દીકરી સાથે બોલિવૂડ સોન્ગ ‘શીલા કી જવાની’ પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોમાં વોર્નર ઠુમકા લગાવતો દેખાય છે અને તેની દીકરી પણ સાથ આપી રહી છે. મહત્વનું છે કે, ડેવિડ વોર્નર હાલમાં પોતાની દીકરીના કહેવા પર ટિકટોક પર આવ્યો છે. હમણાં જ એક કેપ્શનમા લખ્યું હતું કે, મને બિલકુલ નથી ખબર શું થઈ રહ્યું છે. મારી 5 વર્ષની દીકરીના કહેવાથી હું ટિકટોક પર આવી ગયો છું, પરંતુ મારો એકપણ ફોલોઅર નથી. મારી મદદ કરો.
નોંધનીય છે કે, કોરોના વાઇરસના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ લોકડાઉન ચાલું છે. આ મહામારીથી ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 66 લોકોના જીવ ગયા છે. જ્યારે 6 હજારથી વધારે લોકો વાઇરસના સંક્રમણમાં આવ્યાં છે.