સંશોધિત નાગરિકતા બિલ પર નિશાન સાધતી સના ગાંગુલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેમની પુત્રીને રાજકારણથી દૂર રાખશે.
સનાને આનાથી દૂર રાખો, પુત્રીની CAA વિરૂદ્ધ પોસ્ટ વાયરલ થયા બાદ બોલ્યા ગાંગુલી - પુત્રીને રાજકારણથી દુર
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ નાગરિકતા સંશોધન બિલ પર નિશાન સાધતી સના ગાંગુલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર પ્રતિક્રિયા આપતા ગાંગુલીએ કહ્યું કે, તેમની પુત્રીને રાજકારણથી દૂર રાખશે. જાણો શું છે સમગ્ર મામલો....
etv bharat
ભારતના પૂર્વ કેપ્ટને કહ્યું કે, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાચી નથી. તેમણે ટ્વિટ કર્યું કે, સૌ આ સમગ્ર મામલે સનાને દૂર રાખો. તે પોસ્ટ સાચી નથી. તે નાની છે અને રાજકારણથી અજાણ છે.સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રિનશોર્ટ વાયરલ થયો છે.