ગુજરાત

gujarat

ETV Bharat / sports

સેમીનો ખુલાસો, IPLમાં જાતિવાદી ટિપ્પણીનો સામનો કર્યો હતો - શ્રીલંકન ખેલાડી થિસારા પરેરા

વેસ્ટ ઇન્ડિઝના ભૂતપુર્વ કેપ્ટન ડૈરેન સેમીએ કહ્યું કે, ' મને હાલમાં જ કાલુનો અર્થ ખબર પડ્યો છે. જ્યારે હું IPLમાં સનરાઇઝ હૈદરાબાદ માટે રમતો હતો, તે મને અને પરેરાને આ નામથી બોલવાતા હતા. મને લાગતુ હતુ કે તેનો મતલબ મજબુત ઘોડો થતો હશે, પરંતુ હવે મને તેનો સાચો અર્થ ખબર પડ્યો તો હું ચોંકી ગયો.

સેમીનો ખુલાસો, IPLમાં જાતિવાદી ટિપ્પણીનો સામનો કર્યો હતો
સેમીનો ખુલાસો, IPLમાં જાતિવાદી ટિપ્પણીનો સામનો કર્યો હતો

By

Published : Jun 7, 2020, 2:27 PM IST

નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝના ભૂતપુર્વ કેપ્ટન ડૈરેન સેમીએ ખુલાસો કર્યો કે જ્યારે તે સનરાઇઝ હૈદરાબાદ માટે રમતો હતો, ત્યારે તેને અને શ્રીલંકાના ખેલાડી થિસારા પરેરાને જાતિવાદની ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો.

થિસારા પરેરા

સેમીએ કહ્યું કે IPLમાં મને અને પરેરાને 'કાલુ' કહીને બોલાવતા હતા. તે સમયે તેનો અર્થ ખબર નહતો, પરંતુ આજે જ્યારે તેનો સાચો અર્થ ખબર પડ્યો તો તેનાથી હુ ઘણો દુ:ખી છુ. સેમીએ આ સમગ્ર વાતનો ખુલાસો સોશિયલ મીડિયાના ઇન્સાટગ્રામ પર શેર કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે અમેરિકામાં મિનિયાપોલિસ વિસ્તારમાં આફ્રીકી મૂળના અમેરિકી નાગરિક જોર્જ ફ્લોયડનું પોલિસ કસ્ટડીમાં મોત નિપજ્યુ હતુ, ત્યારબાદ દેશ સહિત દુનિયા જાતિવાદને લઇને ટીકા કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details