ગુજરાત

gujarat

ETV Bharat / sports

છઠ્ઠો વિશ્વકપ જીતવા 'ઓસ્ટ્રેલિયા' ઉતરશે મેદાનમાં - England

સ્પોટ્સ ડેસ્ક: વિશ્વકપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા છઠ્ઠો વિશ્વકપ જીતવા માટે ક્રિકેટના મહાકુંભમાં ઉતરશે. નોંધનીય છે કે, 1987, 1999, 2003, 2007 અને 2015 એમ પાંચ વાર વિશ્વકપ જીત્યો છે.

ફાઈલ ફોટો

By

Published : May 24, 2019, 1:07 PM IST

પાંચ વાર વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયાએ બોલની સાથે છેડછાડ પ્રકરણ બાદ તૂફાનનો સામનો કરતા ભારત અને પાકિસ્તાનની સામે તેમની જમીન પર જીત મેળવી હતી.

ડેવિડ વોનર અને સ્ટીવ સ્મિથના એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસીથી ટીમ મજબૂત થઈ છે અને જેથી ટીમના અન્ય સભ્યોનું જુસ્સો વધ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ વનડેમાં પાંચ વાર વિશ્વકપ પોતાના નામે કર્યો છે, જેમાં 1999થી 2007 એમ ત્રણ વાર સતત જીત મેળવી હતી.

ગત વિશ્વકપ ચેમ્પિયન
ગત વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયાગત વિશ્વકપ વિજેતા ચાર વર્ષે અગાઉ પ્રથમ વાર આસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સાથે મેજબાની દરમિયાન ઓસીને મજબૂત દાવેદાર નહતી ગણવામાં આવતી, પરંતુ મેલબન ક્રિકેટ મેદાન પર ઓસી ફરી ચેમ્પિયન બની હતી. એરોન ફિંચની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠો વિશ્વકપ જીતવા મેદાનમાં ઉતરશે.
પાંચ વિશ્વકપ વિજેતા ટીમ

વોનરે એક બાદ વાસપી કરતા IPLમાં રમતા લગભગ લગભગ 700 રન બનાવ્યા હતા અને તેમણે વિશ્વકપ માટે બોલર્સને ચેતાવણી પણ આપી છે. જોવાનું રહેશે વોનરે ઓપનિંગ કરવા મળશે કે, પછી ત્રીજા સ્થાળે બેટિંગ માટે ઉતરવું પડશે.

વોનર અને સ્મિથ

સ્મિથ એક વર્ષ બાદ વોનરની જેમ પ્રદર્શન નથી કરી શક્યા, પરંતુ હમણાં જ ન્યૂઝીલેન્ડની સામે પોતાના ફોર્મની ઝલક આપી હતી. ન્યૂઝીલેન્ડની સામે અણનમ 89 અને 91 રનની ઈનિંગ રમી હતી.

વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિંચ, જેસન બેહરેન ડોર્ફસ, અલેક્સ કૈરે, નાથન કૂલ્ટર નાઈલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મૈક્સવેલ, જાય રિચર્ડસન, સ્ટીવ સ્મિછ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ અને એડમ ઝામ્પા

ABOUT THE AUTHOR

...view details