ગુજરાત

gujarat

ETV Bharat / sports

એબી ડિવિલિયર્સે કર્યો ખુલાસો, કહ્યું- CSAએ ફરી ટીમનું નેતૃત્વ કરવા કહ્યું હતું

એબી ડિવિલિયર્સે જણાવ્યું કે, ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ફરીથી મને રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ સંભાળવાની ઓફર કરી હતી, પરંતુ તેણે કહ્યું, "મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે મારે મારા ટોચના ફોર્મમાં રહેવું પડશે અને સાથે જ મારી સાથે જે ખેલાડી છે, તે કરતા વધુ સારા થવું પડશે."

Cricket
Cricket

By

Published : Apr 29, 2020, 11:21 PM IST

મુંબઇ: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે ખુલાસો કર્યો છે કે, ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ તેને રાષ્ટ્રીય ટીમની શાસન સંભાળવાની ઓફર કરી હતી, પરંતુ તે ટીમમાં ત્યારે જ પાછા ફરશે, જ્યારે તે પોતાના ટોચની ફોર્મમાં હશે.

વિશ્વના સૌથી ખતરનાક વિસ્ફોટક બેટ્સમેનમાંના એબી ડિવિલિયર્સે 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતાં, પરંતુ તેણે નિવૃત્તિ પછી ફરીથી મર્યાદિત ઓવરના ક્રિકેટમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ડિવિલિયર્સે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "હું ઈચ્છું છું કે હું ફરીથી દક્ષિણ આફ્રિકા તરફથી રમું અને દક્ષિણ આફ્રિકાએ મને ફરીથી ટીમનું નેતૃત્વ કરવાનું કહ્યું છે. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મારે ટોચનો ફોર્મમાં રહેવું પડશે અને સાથે જ મારી સાથે ખેલાડી છે તે કરતા મારે વધુ સારા થવું પડશે."

એબી ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ABOUT THE AUTHOR

...view details