ગુજરાત

gujarat

D/N Test પહેલા દાદાએ શેર કર્યો, ગુલાબી મિઠાઈનો ફોટો

By

Published : Nov 22, 2019, 1:28 PM IST

કલકતા : 'ધ પ્રિન્સ ઓફ કોલકાતા' સૌરવ ગાંગુલીએ ટ્વિટર પર ટેસ્ટ મેચ પહેલા ગુલાબી મિઠાઈના બોલનો ફોટો શેર કર્યો છે. આ ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચ નિહાળવા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઈડન ગાર્ડન પહોચ્યાં છે.

etv bharat

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરીઝના બીજા અને ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચ પહેલા BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુલાબી રંગની મીઠાઈનો ફોટો શેર કર્યો છે.કોલકતા શહેર ગુલાબી રંગથી રંગાયું છે.

'ધ પ્રિન્સ ઓફ કોલકાતા' એ તેમના ટ્વિટર એકાઉન્ટથી સંદેશ નામની મિઠાઈ શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું કે, સ્વીટ્સ ગો પિંક ઈન કોલકાતા.

ગાંગુલીએ આ પહેલા કોલકતા શહેરનો ફોટો શેર કરી લખ્યું હતું કે, 'ધ સિટી ટ્નર્સ ઓન ધ પ્રિન્સ ટેસ્ટ' ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં શહેરના કેટલાક ભાગને દેખાડવામાં આવ્યો હતો. જે ગુલાબી લાઈટથી ઝગમગી રહ્યું છે.

આજે ઈડન ગાર્ડનમાં ભારત અને બાગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમાઈ છે. આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે.સૌરવ ગાગુંલીએ જાણકારી આપી કે, ટેસ્ટ મેચના પ્રથમ ચાર દિવસમાં બધી જ ટિકીટ બુક થઈ છે.

ABOUT THE AUTHOR

...view details