વિરાટ કોહલી હવે કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દુનિયાનો છઠ્ઠો કેપ્ટન બન્યો છે. આ રેસમાં તેણે પૂર્વ ઓસ્ટ્રેલિયા કેપ્ટન રિકી પોન્ટિંગને પણ પાછળ પાડી દીધો છે.ભારતે 3 વિકેટે 174 રન કર્યા છે અને 68 રનની લીડ મેળવી લીધી છે. અજિંક્ય રહાણે 23 રને અને વિરાટ કોહલી 59 રને અણનમ છે. બાંગ્લાદેશ માટે એ. હુસેને 2 વિકેટ લીધી હતી. ભારતે બીજી વાર પ્રથમ દિવસના અંતે ટેસ્ટમાં લીડ મેળવી છે.
કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠો બેટ્સમેન છે. ત્યારે ઇશાંત શર્મા પિંક બોલની સાથે પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યા છે.
વિકેટકિપર સાહાએ ટેસ્ટમાં સ્ટમ્પ પાછળ 100 શિકાર પૂરા કર્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાય રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચને જોવા માટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખાસ તૈયારી કરાવી છે. જેમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પણ ઈડન ગાર્ડનમાં પ્રથા અનુસાર ધંટી વગાડી મેચ શરુ કરશે. વિદેશથી પણ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓને આ મેચ માટે આંમત્રિત કરવામાં આવ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાય રહેલી આ ડે નાઈટ ટેસ્ટ મેચ ઐતિહાસિક છે. કારણ કે, આ બંને ટીમની પ્રથમ ડે નાઈટ મેચ છે. કોલકાતામાં આ ડે-નાઇટ મેચને જીતીને ભારત બે મેચની ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે.
ટીમ બાંગ્લાદેશ : શાદમાન ઈસ્લામ , ઈમરુલ કાયેસ, મોમિનુલ હક, મોહમ્મદ મિથુન, મુશફિકુર રહીમ, મહમૂદુલ્લાહ, લિટન દાસ, નઈમ હસન, અબુ જૈદ, અલ -અમીન હુસૈન, એબાદત હુસૈન
ટીમ ભારત:મંયક અગ્રવાલ, રોહિત શર્મા ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિકય રહાણે, રવીન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, રવિચંદ્ર અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા