હૈદરાબાદ: કોરોના વાઇરસ મહામારીની અસર ક્રિકેટ જગત પર પણ પડી છે. આ કારણે ICCએ કેટલીક મોટી ટૂર્નામેન્ટસને સ્થગિત કરવી પડી છે. ETV BHARATએ 'ક્રિકેટ ઓફ ધ ફિલ્ડ' શોમાં એક પેનલ સાથેની ચર્ચામાં ગત વર્લ્ડ કપમાં ભાગ રહી ચુકેલી ભારતીય સ્પોર્ટ્સ પ્રેજેંટેટર રિધિંમા પાઠક, અફધાનિસ્તાન સ્પોર્ટ્સ પ્રેજેન્ટેટર દિવા પતાંગ અને પાકિસ્તાનની ઝૈનબ અબ્બાસ સાથે વર્લ્ડકપ સાથે જોડાયેલી કેટલીક વાતોની યાદ કરી હતી. ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ ગત વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયો હતો.
કોવિડના સમયે લાઇફ કેવી છે?
આ સવાલના જવાબમાં ઝૈનબ અબ્બાસે જણાવતા કહ્યું કે, લાઇફ થોડી મુશ્કેલ છે. પહેલા એવુ હતું કે, પાકિસ્તાન જ્યાં પણ પ્રવાસ પર જતી હતી, હું તેની સાથે જતી હતી, પરંતુ હવે મારે ઘર પર રહેવુ પડે છે. આ લોકડાઉનમાં ફાયદો અને નુકસાન બંને છે. સારૂ છે કે આખરે ક્રિકેટ ચાલુ થઈ છે. જ્યારે દિવા પતંગે કોવિડના સમયગાળાને મુશ્કેલ ભર્યો કહ્યો હતો અને કહ્યું કે, લંડનમાં રહીને કામ કરવુ થોડુ મુશ્કેલ છે.
રિધિમા પાઠક, દિવા પતાંગ અને ઝૌનબ અબ્બાસે સાથે ETV BHARATની ખાસ વાતચીત દિવા પતંગ-અફધાનિસ્તાનના સ્પોર્ટ્સ પ્રેજેંટટર તરીકે અત્યાર સુધીની સફર કેવી રહી?
સ્પોર્ટ્સ પ્રેજેન્ટટર બનવા માટે પોતાના નિર્ણયને મુશ્કેલ જણાવતા કહ્યું કે, એક મહિલા હોવાને લઇને નિર્ણય થોડો મુશ્કેલ હતો. એ પણ તમે અફધાનિસ્તાનથી હોવ તો વધુ મુશ્કેલ છે. કારણ કે ક્રિકેટ પુરી રીતે પુરૂષ પ્રધાન છે, શરૂઆતમાં મારા માતા-પિતાએ પણ આ નિર્ણયનો સપોર્ટ નહોતો કર્યો, પરંતુ 2019 વર્લ્ડકપ માટે તે લોકો માની ગયા કારણ કે તે ઇંગ્લેન્ડમાં હતો, પરંતુ તેઓએ એ પણ કહ્યું કે, એકવાર તે સ્પોર્ટ્સ પ્રેજેન્ટટર તરીકે અફધાનિસ્તાન ગઇ તો તેને ત્યાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ત્યાં તેના સિવાય કોઇ બીજુ મહિલા સ્પોર્ટ્સ પ્રેજેન્ટટર નહોતું.
ઝૈનબ અબ્બાસ- 2019ના વર્લ્ડ કપમાં તમારી મેચ કેવી હતી?
આ ટૂર્નામેન્ટમાં ઘણી મેચ સારી હતી. હું તેમાથી કોઇ એકની પસંદગી કરી શકુ તેમ નથી, પરંતુ હા ફાઇનલ મેચ સૌથી સારી રહી હતી. હું એ મેચ વધારે જોતી હતી જે હું કવર કરતી હતી. જે સૌથી વધારે પાકિસ્તાનના મેચ હતી.
રિધિમા-વર્લ્ડ કપ કેવો રહ્યો?
એક મેચ મારા માટે મહત્વનો રહી. જો ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સેમીફાઇનલ સિવાય કારણ કે તે મેચ એવી હતી જે બે દિવસ સુધી ચાલી હતી. તે રોમાંચક મેચ હતી. મને જે મેચ પસંદ આવી હતી તે ભારત અને અફધાનિસ્તાન વચ્ચેની હતી.