ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના મદદઃ રોહિત શર્માએ રૂપિયા 80 લાખનું દાન કર્યું - સમતવીરો સરકારની વ્હારે

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માએ કોરોના વાઈરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. રોહિતે 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ અને 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર CM રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યાં છે.

COVID19: Rohit Sharma chips in with Rs 80 lakh
કોરોના મદદઃ રોહિત શર્માએ 80 લાખનું દાન કર્યું

By

Published : Mar 31, 2020, 7:14 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ કોરોના વાયરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. રોહિતે 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ અને 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર CM રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યાં છે.

આ અંગે રોહિતે ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે, આપણી જરૂરત છે કે આપણો દેશ ફરીથી પોતાના પગ પર ઉભો થાય. મેં મારુ કર્તવ્ય નિભાવતા PM-CARES ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર CM રિલીફ ફંડમાં 25 લાખ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને ડોનેટ કર્યાં છે.

રોહિત પહેલા ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ યોગદાન આપ્યું હતું. જો કે, તેમણે રકમ જાહેર કરી નહોતી. વિરાટે ટ્વીટ કર્યું હતું કે, અનુષ્કા અને હું બંને PM-CARES ફંડ અને મહારાષ્ટ્ર CM રિલીફ ફંડમાં અમારું યોગદાન આપવા માટે શપથ લઈએ છીએ. મુશ્કેલીમાં રહેલા લોકોને જોઈને અમારું દિલ ભરાઈ આવ્યું છે, અમે આશા કરીએ છીએ કે અમારું યોગદાન કોઈ રીતે આપણા સહ નાગરિકોનું દુઃખ હળવું કરશે.

આ સિવાય ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ 52 લાખ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરેે 50 લાખ ડોનેટ કર્યા હતા. તેમજ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી બંનેએ પણ 50-50 લાખ રૂપિયા આપ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details