ગુજરાત

gujarat

ETV Bharat / sports

‘મધર્સ ડે’ પર સચિને કોરોના વોરિયર્સ માતાઓને કરી સલામ

સચિન તેંડુલકરે કહ્યું કે, 'ક્રિકેટ રમવામાં મને મારી માતાએ સપોર્ટ કર્યો હતો. હું મારો છેલ્લો મેચ મુંબઇમાં રમવા ઇચ્છતો હતો અને તેના માટે મે એન શ્રીનિવાસન સાથે ફોન પર વાત કરી હતી. તે મારી છેલ્લી મેચ માટે માની ગયા કે, તે પણ મારી મા સામે.'

મધર્સ ડે પર સચિને કોરોના વોરિયર્સ માતાઓને કરી સલામ
મધર્સ ડે પર સચિને કોરોના વોરિયર્સ માતાઓને કરી સલામ

By

Published : May 10, 2020, 5:24 PM IST

મુંબઇ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકર દેશમાં હજારો લોકો માટે આદર્શ છે, પરંતુ સચિને જણાવ્યું કે તેની પાછળ તેમી માતાનો હાથ છે, જેને એક સફળ ક્રિકેટર બનાવવામાં કેટલીક કુર્બાની આપી હતી.

મધર્સ ડે નિમિતે સચિને કોરોના વોરિયર્સમાં લડી રહેલી કેટલીક માતાઓ સાથે વાતચીત કરી હતી. સચિને તેના પ્રયાસ અને બલિદાનને દેશ માટે મહત્વનો ગણાવ્યો હતો.

સચિને આ તકે કહ્યું કે, 'આ ઘણો ખરાબ સમયે છે જ્યારે મા બાળકો સાથે નથી રહી શકતી. હું તે તમામનો આભાર વ્યક્ત કરૂ છુ.'

સચિને આગળ જણાવ્યું કે, 'મારા ક્રિકેટ રમવા પર મારી માતાએ મને સપોર્ટ કર્યો હતો. હું મારો છેલ્લો મેચ મુંબઇમાં રમવા ઇચ્છતો હતો અને તેના માટે મે એન શ્રીનિવાસન સાથે ફોન પર વાત કરી હતી. તે મારી છેલ્લી મેચ માટે માની ગયા કે, તે પણ મારી મા સામે.' તેઓએ વધુમાં કહ્યું કે, મારી માતાએ તે દિવસે પ્રથમ વાર સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો હતો. મારા માટે તે દિવસ બહુ મોટો હતો. કારણ કે તે પણ જોવે કે હું છેલ્લા 24 વર્ષથી શું કરી રહ્યો છું.

સચિને સાથે કહ્યું કે જ્યારે પણ તે કોઇ પણ પ્રવાસથી ધરે પરત ફરતા હતા. ત્યારે તેના માતાના હાથનું જ બનાવેલું જમતા હતા.

ABOUT THE AUTHOR

...view details