- મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
- થોડા દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરમાં જ થયા હતા ક્વોરન્ટાઈન
- તબીબોની સલાહના આધારે હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
હૈદરાબાદ: સચિન તેંડુલકરને શુક્રવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તબીબોની સલાહને આધારે આજે(શુક્રવારે) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ જ તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો:ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ
ટ્વિટ કરીને આપી માહિતી
સચિન તેંડુલકરે ટ્વિટના માધ્યમથી જાણકારી આપી હતી કે, "આપ સૌની પ્રાર્થનાઓ બદલ આભાર. તબીબોની સલાહને આધારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશા છે, હું થોડા જ દિવસોમાં ઘરે પાછો ફરીશ. તમે તમારૂ અને આસપાસના તમામ લોકોનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. આપણી વિશ્વકપ જીતની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને મારા સાથીઓને શુભકામનાઓ."