- બાંગ્લાદેશની લેખક તસ્લીમા નસરીને મોઈન અલી અંગે કર્યું હતું ટ્વિટ
- ટ્વિટરમાં લખ્યું હતું કે, મોઈન ક્રિકેટર ન હોત તો ISISનો આતંકવાદી હોત
- અનેક જગ્યાએથી વિરોધનો સામનો કરતી તસ્લીમાએ ટ્વિટ હટાવ્યું
આ પણ વાંચોઃઈટલીમાં ATP ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ભારતના સુમિત નાગલની હાર
ન્યૂઝ ડેસ્કઃ બાંગ્લાદેશની લેખક તસ્લીમા નસરીને ક્રિકેટર મોઈન અલી અંગે વિવાદાસ્પદ ટ્વિટ કરતા વિવાદ સર્જાયો છે. વિવાદને વધતા જોઈ લેખકે પોતાનું ટ્વિટ હટાવી દીધું હતું. આ લેખકે હાલમાં જ ઈંગ્લેન્ડના હરફનમૌલા મોઈન અલી અંગે ટ્વિટ કર્યું હતું કે, જો મોઈન ક્રિકેટર ન હોત તો તે ISISનો આતંકવાદી બની જાત. તસ્લીમા નસરીનનું આ ટ્વિટ ખૂબ જ વિવાદાસ્પદ હતું અને ઈંગ્લેન્ડના ક્રિકેટર સહિત ઘણા ફેન્સે તસ્લીમાના આ ટ્વિટનો વિરોધ કર્યો હતો. આ મુદ્દા પર વધતા વિવાદને જોતા તસ્લીમાએ પછી અન્ય એક ટ્વિટ કરી સ્પષ્ટ કર્યું હતું કે, મોઈન અલી અંગે તેમણે જે ટ્વિટ કર્યું હતું તે મજાક હતી.