- પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સોમવારે ઉજવ્યો જન્મદિવસ
- આ તમામની વચ્ચે આફ્રિદીની ઉંમર અંગે અસમંજસનો માહોલ સર્જાયો
- આફ્રિદીએ આત્મકથા ગેમ ચેન્જરમાં જણાવ્યું કે, 1980 નહીં 1975માં થયો હતો જન્મ
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો સોમવારે જન્મદિવસ હતો. તેમના ફેન્સે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જો કે, આ તમામની વચ્ચે આફ્રિદીની ઉંમર અંગે અસમંજસનો માહોલ સર્જાયો છે.
મારો પરિવાર અને મારા ફેન્સ મારી સૌથી મોટી મૂડીઃ આફ્રિદી
આફ્રિદીએ ટ્વિટ કરી જણાવ્યું કે, તેઓ આ વર્ષે 44 વર્ષના થઈ ગયા છે. જ્યારે તેમની આત્મકથામાં તેઓ વર્ષ 1975માં જન્મ્યા હોવાનું જણાવ્યું હતું. આફ્રિદીએ ટ્વિટ કરી જણાવ્યું કે, મને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ તમામ લોકોનો આભાર. મારો પરિવાર અને મારા ફેન્સ મારી સૌથી મોટી મૂડી છે.
1996માં શ્રીલંકા સામે સદી ફટકારતા સમયે આફ્રિદી 16 નહીં 19 વર્ષના હતા
એપ્રિલ 2019માં આવેલી આફ્રિદીની આત્મકથા ગેમ ચેન્જરમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો જન્મ 1980માં નહીં પરંતુ 1975માં થયો હતો. આનો મતલબ એ છે કે, વર્ષ 1996માં શ્રીલંકા સામે 37 બોલમાં તેમણે જે સદી બનાવી હતી. ત્યારે આફ્રિદી 16 નહીં 19 વર્ષના હતા.