હૈદરાબાદ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બોર્ડ જ્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે તો આગામી ચેરમેનની નામાંકન પ્રકિયા પર ચર્ચા મુખ્ય રહેશે. ICC પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, ઑસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનાર T-20 વર્લ્ડ કપ પર અંતિમ નિર્ણય આગામી મહિને કરવામાં આવશે. મુખ્ય એજેન્ડા ચેરમેનના ચૂંટણીના નામાંકન પ્રકિયા પર થશે. આ પદ પર હાલમાં ભારતના શશાંક મનોહર કાબિજા છે.સભ્યો બેઠક કરશે તો બોર્ડ સંબંધિત દેશોની પરિસ્થિતિ વિશે બોર્ડને જાણ કરશે. કોઈ ચોક્કસ જાહેરાતની અપેક્ષા નથી." સભ્યએ કહ્યું કે બોર્ડના ઇમેઇલ લીક મામલે ચાલી રહેલી તપાસ વિશે પણ માહિતી આપી શકાય છે.
ICC બેઠકમાં નવા ચેરમેનની નિમણૂંક અંગે તજવીજ શરૂ થશે - ચેરમેનના નામાંકન પ્રકિયા
(ICC)ની આગામી બેઠકમાં ચેરમેનના નામાંકન પ્રકિયા મુખ્ય એજન્ડા રહશે. આ પદ પર હાલ ભારતના શશાંક મનોહર કાબિજ છે.
ચેરમેન પદ માટે ઉમેદવારી કરનાર સભ્યોએ બેઠકમાં ભાગ લેવો જરુરી છે. આઈસીસી બોર્ડમાં ચેરમેન, ટેસ્ટ રમનાર 12 દેશ, ત્રણ એસોસિએટ સભ્ય (મલેશિયા, સ્કૉટલેન્ડ અને સિંગાપુર ) સ્વતંત્ર મહિલા નિર્દેશક અને મુખ્ય કાર્યકારી મધુ સાહની સામેલ છે. ચૂંટણીમાં મુખ્ય કાર્યકારી પાસે મતદાનનો અધિકાર હોતો નથી. ઈગ્લેન્ડ અને ઈસીબીના પૂર્વ ચેરમેન કોલિન ગ્રેવ્સ વૈશ્વિક સંસ્થાના ચેરમેનના રુપમાં મનોહરના સ્થાને લેવામાટે પ્રબર દાવેદાર છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દાવેદારીને પણ નજરઅંદાજ કરી શકાય નહી.
હાઈકોર્ટ બીસીસીઆઈની વચગાળાની અરજી સ્વીકારે કે નહીં, જેણે અપીલ કરી છે કે, ગાંગુલી અને સેક્રેટરી જય શાહને 6 વર્ષ બાદ આ પદ પરથી અનિવાર્ય બ્રેકના નિયમમાંથી મુક્તિ આપવામાં આવે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અહસાન મની પહેલાજ આ દોડથી અલગ થઈ ચૂક્યા છે. બીસીસીઆઈના સુત્રે કહ્યું કે, અમને હજુ ખબર નથી કે, સૌરવ ગાંગુલીની રાજનીતિક ઈચ્છા છે કે નહી, અને એક વર્ષ માટે આઈસીસી ચેરમેન બની શકે છે. ત્યારબાદ 2021માં પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાન પદ્દ પરથી ઉમેદવાર થઈ શકે છે.