હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાશ્ત્રીએ લોકોને કોઈ પણ હાલતમાં ઘરમાં રહેવાની અપીલ કરી છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્વ મોદીએ કોરોના વાઈરસના સંક્રમણને કારણે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.
"ટ્રેસર બુલેટની" જેમ કોરોના ફેલાઈ રહ્યો છેઃ કોચ રવિ શાશ્ત્રી - combating
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાશ્ત્રીએ લોકોને ઘરમાં રહેવાની અપિલ કરતા રવિવારે ટ્વિટ કર્યુ હતું કે, કોરોના વાઈરસ દુનિયામાં "ટ્રેસર બુલેટની" જેમ પ્રસરી રહ્યો છે. ટ્રેસર બુલેટ એટલે કે, ખૂબ જ ઝડપથી નિકળતી ગોળી.
શાશ્ત્રીએ ટ્વિટ કરતા લખ્યું કે, લોકો પોતાના ઘરમાં રહે, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. દુનિયાભરમાં "ટ્રેસર બુલેટની" જેમ ફરતો રોગ કોરોનાથી બચવા માટે ઘરમાં જ રહો.
આ પહેલા પણ રવિ શાશ્ત્રીએ જાણાવ્યુ હતું કે, ભારતીય ખેલાડીઓ માટે ઉપયોગી બ્રેક છે. જે કોરોના વાઈરસના કારણે મળ્યો છે. આવકારવા યોગ્ય આરામ છે. કારણ કે, હવે તેઓ પોતાને તરોતાજા કરી શકે છે, અને તેઓ આરામ કરી શકે છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડના લાંબા પ્રવાસ બાદ ખેલાડીઓ આ સમયનો ઉપયોગ પોતાની જાતને ફરીથી ઉત્સાહિત કરવા માટે ઉપયોગી છે.