ગુજરાત

gujarat

ચેન્નાઇ સુપરકિંગ્સના ડૉક્ટરે કર્યું વિવાદીત ટ્વીટ, સસ્પેન્ડ કરાયા

By

Published : Jun 17, 2020, 6:09 PM IST

ભારત અને ચીન વચ્ચે સરહદીય તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બંને દેશના સૈનિકો વચ્ચે લદ્દાખની ગાલવન ઘાટીમાં સોમવારે રાત્રે એક લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ અંગે ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)એ ટીમના મેડિકલ ડોકટરને મધુ થોત્તાપ્પીલીએ એક વિવાદીત ટ્વીટ કર્યું હતું. જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

Chennai Super Kings
ચેન્નાઇ સુપરકિંગ્સના ડોકટરે કર્યું વિવાદીત ટ્વીટ, સસ્પેન્ડ કરાયા

ચેન્નાઈઃ ભારત અને ચીન વચ્ચે સરહદીય તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બંને દેશના સૈનિકો વચ્ચે લદ્દાખની ગાલવન ઘાટીમાં સોમવારે રાત્રે એક લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ અંગે ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)એ ટીમના મેડિકલ ડૉક્ટરને મધુ થોત્તાપ્પીલીએ એક વિવાદીત ટ્વીટ કર્યું હતું. જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)એ ટીમના મેડિકલ સસ્પેન્ડ ડૉક્ટર મધુ થોત્તાપ્પીલીએ પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન (PM Cares) ફંડ વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું. આ અંગે બુધવારે CSKએ તેમને સસ્પેન્ડ કર્યા હોવાની જાણ કરી હતી.

ડૉક્ટર મધુએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, "હું એ જાણવા ઉત્સુક છું કે શું કોફિન તેની ઉપર 'PM Cares'ના સ્ટીકર સાથે પાછી આવશે?" મધુએ આ ટ્વીટ પછી ડિલીટ કરી નાખી હતી, પરંતુ સોશિયલ મીડિયામાં આ ટ્વીટ સતત વાયરલ થઈ હતી. મહત્વનું છે કે, ડૉક્ટર મધુ 2008થી CSK સાથે ટીમ ડોકટર તરીકે જોડાયેલા હતાં.

આ ટ્વીટ પર વિવાદ થતા CSKએ એક્શન લેતા ડોકટરને સસ્પેન્ડ કર્યા હતાં. CSKએ એક ટ્વીટ કર્યું કે, ચેન્નાઇ સુપરકિંગ્સને ડોકટર મધુના પર્સનલ ટ્વીટ વિશે જાણકારી નહોતી. તેમને ટીમના ડોકટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details