ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઇન્સ્ટા લાઈવ ચેટમાં કોહલી-પીટરસનને વાતચીત ચાલી રહી ત્યાં આવી ગઈ અનુષ્કા... - IPL

ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં કોહલી અને પીટરસનને વાતચીત કરી હતી, ત્યાં પીટરસને કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટે મને સારો માણસ બનાવ્યો છે. જીવનની જેમ ટેસ્ટમાં પણ કપરા સમયે છોડી દેવાનો વિકલ્પ હોતો નથી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, "હું ટેસ્ટ ક્રિકેટ રમીને સારો માણસ બન્યો છું. જીવનની જેમ ટેસ્ટમાં પણ કપરા સમયે ક્વિટ કરવાનો વિકલ્પ હોતો નથી." કોહલી અને પીટરસન વાત કરી રહ્યાં હતાં, ત્યારે અનુષ્કાએ લાઈવ ચેટમાં લખ્યું કે, "ચલો ચલો ડિનર ટાઈમ." પીટરસને મસ્તીમાં કહ્યું કે, બોસે કીધું એટલે સમય સમાપ્ત.

chalo-dinner-time-how-anushka-hijacked-virats-live-chat-with-pietersen
ઇન્સ્ટા લાઈવ ચેટમાં કોહલી-પીટરસનને વાતચીત ચાલી રહી ત્યાં આવી ગઈ અનુષ્કા...

By

Published : Apr 4, 2020, 3:35 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં કોહલી અને પીટરસનને વાતચીત કરી હતી, ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં તેના ફેવરિટ ફોર્મેટ, કોરોના સમયે જીવન, IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ચેમ્પિયન કેમ નથી બન્યું અને અન્ય ઘણા વિષયો પર પ્રશ્નો પૂછ્યા હતા.

ઇન્સ્ટા લાઈવ ચેટમાં કોહલી-પીટરસનને વાતચીત ચાલી રહી ત્યાં આવી ગઈ અનુષ્કા...
  • પીટરસન: તારો ફેવરિટ ફોર્મેટ?
    કોહલી: ટેસ્ટ ક્રિકેટ, જીવનની જેમ ટેસ્ટમાં પણ કપરા સમયે ક્વિટ કરવાનો વિકલ્પ હોતો નથી. તમે રન કર્યા હોય કે ન કર્યા હોય અન્ય બેટિંગ કરે ત્યારે તમારે કલેપ કરવી પડે છે. ટેસ્ટ ક્રિકેટે મને સારો માણસ બનાવ્યો છે.
  • પીટરસને કહ્યું કે, મને ડિબેટમાં બોલાવ્યો હતો કે શુ ટેસ્ટ મેચ ચાર દિવસની થવી જોઈએ? મેં કહ્યું કોહલી નથી ઇચ્છતો કે આવું થાય, તો આવું ક્યારેય નહિ થાય.
  • પીટરસન: તારી લાઇફસ્ટાઇલ અંગે શુ કહીશ?
    કોહલી: હું ભગવાનનો આભારી છું કે મારી પાસે રહેવા માટે જગ્યા છે. લોકો જોબ માટે સ્ટ્રગલ કરી રહ્યાં છે. તમારે ક્યારેય એવી ફરિયાદ ન કરવી જોઈએ કે મારી પાસે આ નથી. જે વસ્તુ ન હોય તે વિશે ફરિયાદ ન કરવી જોઈએ.
  • પીટરસન: લોકડાઉનમાં સમય કઈ રીતે પસાર કરી રહ્યો છે?
    કોહલી: અત્યારે અનુષ્કા સાથે ઘરે જ છું. અમે ક્યારેય આટલો સમય સાથે વિતાવ્યો નથી. અમે ક્યારેય એક જગ્યાએ આટલું રહ્યા નથી.
  • પીટરસન: શુ IPLના લીધે અમુક ફોરેન ખેલાડીઓ સાથે સ્લેજિંગ ન કર એ સાચું?
    કોહલી: IPLના લીધે હવે પ્લેયર્સ એકબીજાને રિસ્પેક્ટ કરવા લાગ્યા છે. હું એબી ડિવિલિયર્સ સાથે ક્યારેય સ્લેજિંગ કરી શકીશ નહિ.
  • પીટરસન: ક્યા બે બેટ્સમેન સાથે બેટિંગ કરવાની સૌથી વધારે મજા આવે છે?
    કોહલી: મને એમએસ ધોની અને એબી સાથે બેટિંગ કરવી ગમે છે. અમારી વચ્ચે એવી સમજ છે કે અમારે દોડતી વખતે કોલ આપવાની પણ જરૂર નથી.
  • પીટરસન: તું વેજિટેરિયન કેમ બન્યો?
    કોહલી: 2018માં એકસમયે મને મારા જમણા હાથની ટચલી આંગળી ફિલ નહોતી થતી. ખબર પડી હતી કે પેટમાં એસિડિક પ્રોબ્લમ હોવાથી મારા બોન્સમાંથી કેલ્સિયમ પુલ થતું હતું. મેં ત્યારબાદ મીટ ખાવાનું બંધ કરી દીધું.
  • પીટરસન: તારા કરિયરનો લોએસ્ટ પોઇન્ટ?
    કોહલી: 2014 ઇંગ્લેન્ડ ટૂર. ત્યારે હું એ ફેઝમાં હતો જ્યાં મને લાગતું હતું કે મારાથી કોઈપણ રીતે રન નહિ થાય. હું તે પ્રકારની ખાતરી સાથે મેચ રમવા જતો હતો કે રન નહિ કરી શકું. મેં પછી પોતાને પ્રોમિસ કર્યું કે, આવી ફીલિંગ સાથે ક્યારેય નહિ રમું.
  • પીટરસન: RCB ક્યારેય IPL કેમ નથી જીત્યું?
    કોહલી: જ્યારે તમારી ટીમમાં ગેમના લેજેન્ડ્સ હોઇ ત્યારે બધાનું ધ્યાન તમારા પર જ હોય છે. અમે ત્રણ ફાઇનલ અને ત્રણ સેમિફાઇનલ રમ્યા પરંતુ તેનું કોઈ મહત્ત્વ નથી કારણકે અમે જીત્યા નથી. અમે અમારી શ્રેષ્ઠ ટીમ સાથે પણ ટાઇટલ જીત્યા નથી. અમે જીતવાના હકદાર છીએ. હું માનું છું કે તમે જેટલું કોઈ વસ્તુને ચેઝ કરો છો એ એટલી તમારાથી દૂર જાતી જાય છે.

ABOUT THE AUTHOR

...view details