હૈદરાબાદ: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીન સહિત અન્ય બે લોકો પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ઔરંગાબાદની સિટી ચોક પોલીસ સ્ટેશનમાં અઝરૂદ્દીન વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.
મોહમ્મદ અઝરૂદ્દીન વિરૂદ્ધ ફરિયાદ, 20 લાખની છેતરપિંડીનો આરોપ
મોહમ્મદ અઝરૂદ્દીન પર છેતરપિંડીનો કેસ દાખલ થયો છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકે તેમના પર 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકે અઝરૂદિન પર આરોપ લગાવ્યો છે કે, તેમને 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ટ્રાવેલ્સ કંપનીના માલિકનું કહેવુ છે કે, અઝરૂદ્દીન વિદેશ યાત્રાની ઇ-ટિકિટ બુક કરાવી હતી, પરંતુ હજુ સુધી તેમણે પૈસા આપ્યા નથી. કંપનીએ કેટલીવાર પૈસાની માંગણી કરી છે, પરંતુ તેને દરેક સમયે બહાનાબાજી જ કરી હતી.
આ બાબતને લઇને ટ્રાવેલ્સ એજન્સીના માલિકે અઝરૂદ્દીન વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તમને જણાવી દઇએ કે, અઝરૂદ્દીન અને અન્ય બે લોકો પર ipc કલમ 420, 406 અને કલમ 34 હેઠળ કેસ દાખલ કર્યો છે.