કિંગસ્ટનઃ બે વખત ટી-20 વિશ્વ કપ વિજેતા કેપ્ટન સેમીએ સનરાઇઝર્સ હૈદરાબૈદના તેના સાથીઓ દ્વારા તેમને 'કાલૂ' નામથી બોલાવવા પર થોડા દિવસો પહેલા કડક પ્રતિક્રિયા આપી હતી અને તેમના સાથી ખેલાડીઓને માફી માંગવાનું કહ્યું હતું.
સેમી સાથે સનરાઇઝર્સના તેના એક સાથી ખેલાડીએ કરી વાત, કેરેબિયન ક્રિકેટરે માફીની માંગ પાછી ખેચી સેમીએ ટ્વીટ કર્યું કે મને એ કહેતા આનંદ થાય છે કે મારા એક સાથીદાર સાથે એક રસપ્રદ વાત થઇ. અમે નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે લોકોને શિક્ષિત કરવાની રીતો પર ધ્યાન આપી રહ્યાં છીએ. મારા ભાઇએ મને ખાતરી આપી છે કે તેણે મને પ્રેમથી કાલુ કહ્યો હતો, અને મને તેના પર વિશ્વાસ છે.
સેમીએ એક ક્રિકેટ વેબસાઇટને કહ્યું કે જ્યાં સુંધી માફી માંગવાની વાત છે તો મને પછી સમજાણું કે મારે આવુ ન કરવું જોઇએ. મે તેમજ મારી ટીમે જાણી જોઇને આવુ કર્યું ન હતું, પરંતુ હવે મને અહેસાસ થયો છે કે આ મારી ટીમના સાથી ખેલાડી માટે નુકસાનકારક હોઇ શકે છે. જો કે સેમીએ તેમનો સંપર્ક કરનાર ખેલાડીનું નામ લીધું નથી.
સેમીએ અગાઉ કહ્યું હતું કે IPLમાં સનરાઇઝર્સ વતી રમતી વખતે તેમને તેમના સાથી ખેલાડીઓ દ્વારા કાલુ કહીને બોલાવતા હતા.
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે તેમણે આ મુદ્દે સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી સાથે પણ વાત કરી હતી.