ગુજરાત

gujarat

ETV Bharat / sports

મોર્ગને પ્રથમ વનડેની હાર પર બેટ્સમેનને દોષી ગણાવ્યા, કહ્યું... - પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડનો પરાજય

ઇયોન મોર્ગને કહ્યું, "તે સરસ મેચ હતી. પરંતુ, બેટિંગ માટે અમારો ખરાબ દિવસ હતો." અમારે આમાંથી શીખ મેળવવાની જરૂર છે. વર્લ્ડ કપને જોતા અમે તેને સુધારવાનો પ્રયાસ કરીશું.

મોર્ગને પ્રથમ વનડેની હાર પર બેટ્સમેનને દોષી ગણાવ્યા
મોર્ગને પ્રથમ વનડેની હાર પર બેટ્સમેનને દોષી ગણાવ્યા

By

Published : Mar 24, 2021, 12:11 PM IST

  • ભારત સામેની પરાજય બાદ ઇંગ્લેન્ડના કેપ્ટનની પ્રતિક્રિયા
  • 'ટીમનો બેટિંગમાં ખરાબ દિવસ હતો': ઇયોન મોર્ગન
  • વર્લ્ડ કપને જોતા અમે એને સુધારવાનો પ્રયાસ કરીશું: મોર્ગન

પુણે: ભારત સામેની પ્રથમ વનડેમાં પરાજય બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું હતું કે, ટીમનો બેટિંગમાં ખરાબ દિવસ હતો. ઇંગ્લેન્ડે ભારતના 318 રન બનાવવા માટે શરૂઆતમાં સારુ પ્રદર્શન કરીને પ્રથમ વિકેટ પર 135 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી, ઇંગ્લેન્ડની આખી ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં આઉટ થતા 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો:ભારત વન-ડેમાં શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

અમે કેટલીક સારી બાબતો પણ કરી: મોર્ગન

મેચ બાદ મોર્ગને કહ્યું, "અમે મેચ હાર્યા છે પણ અમે કેટલીક સારી બાબતો પણ કરી હતી. પિચ ઘણી સારી હતી અને મેચ પણ બહુ સારી હતી પણ, બેટિંગમાં અમારો ખરાબ દિવસ હતો. અમારે તેમાંથી શીખવાની જરૂર છે. વર્લ્ડ કપને જોતા અમે એને સુધારવાનો પ્રયાસ કરીશું."

આ પણ વાંચો:બીજી વન-ડેમાં ભારતની 107 રને શાનદાર જીત, 1-1થી શ્રેણી બરાબર

ભારતમાં ટોસ જીતવો હંમેશા ફાયદાકારક: ઇયોન

તેણે કહ્યું, "અમારા બોલરોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. અમે ઝાકળનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા, જેનાથી મને દુ:ખ થયું છે. કારણ કે, ભારતમાં ટોસ જીતવો હંમેશા ફાયદાકારક રહે છે."

ABOUT THE AUTHOR

...view details