ગુજરાત

gujarat

ETV Bharat / sports

વર્તમાન પરિસ્થિતિઓને જોતાં T-20 વર્લ્ડ કપનું આયોજન મુશ્કેલ - ડેવિડ વોર્નર અને રોહિત શર્માની વાતચીત

ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નરે રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ ચેટીંગમાં કહ્યું, જેવી પરિસ્થિતિ છે, તેને જોતાં ICC વર્લ્ડ કપ T-20નું આયોજન થાય એવું નથી લાગી રહ્યું. દરેક ટીમ(16)ને એક સાથે લાવવી ખૂબ મુશ્કેલ છે.

ETV BHARAT
વર્તમાન પરિસ્થિતિઓને જોતાં T-20 વર્લ્ડ કપનું આયોજન મુશ્કેલ

By

Published : May 9, 2020, 11:46 AM IST

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું કે, કોવિડ-19 મહામારી વચ્ચેની પરિસ્થિતિને જોતા આ વર્ષે ઓક્ટોમ્બર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપનું આયોજન તેમના દેશમાં મુશ્કેલ છે.

રોહિત શર્મા

આ વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઠપ્પ થઇ છે અને T-20 વર્લ્ડ કપના આયોજન પર સંદેહ છે.

વોર્નરે ભારતીય સલામી બેટ્સમેન રોહિત શર્માની સાથે ઈન્સ્ટાગ્રામ ચેટમાં કહ્યું, જેવી પરિસ્થિતિ છે, તેને જોતાં ICC વર્લ્ડ કપ T-20નું આયોજન થાય એવું નથી લાગી રહ્યું. દરેક ટીમ(16)ને એક સાથે લાવવી ખૂબ મુશ્કેલ છે.

ડેવિડ વોર્નર

જો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે(ICC) આ અંગે હજૂ કાંઈ નિર્ણય લીધો નથી. આ વાતચીત દરમિયાન રોહિતે કહ્યું કે, આ વર્લ્ડ કપ બાદ ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે, જે આંતરરાષ્ટ્રીય કેલેન્ડર શરૂ કરવાની સારી તક છે.

ABOUT THE AUTHOR

...view details