નવી દિલ્હી: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ કહ્યું કે, મંયક અગ્રવાલે આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેમની શરુઆતી દિવસોમાં આશા જગાવી છે. નેહરાએ કહ્યું કે, મયંક સમયની સાથે આવનારા દિવસોમાં સારા રન બનાવશે. મયંકે અત્યાર સુધીમાં કુલ 11 ટેસ્ટ મેચ રમી છે અને 974 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી ફટકારી અને 4 અર્ધસદી ફટકારી હતી.
નેહરાએ કહ્યું કે, મંયકે ઘર આંગણાની મેચમાં અને ઈન્ડિયામાં સારું પ્રદર્શન કર્યું છે. આ માટે તેમને તક મળી છે. તે એ ખેલાડીઓ માંથી નથી જે એક કે બે વર્ષ ઘર આંગણાની ક્રિકેટ મેચ રમી રહ્યો હોય અને અચાનક તેમણે શાનદાર રન ફટકાર્યા હતાં. મને આશા છે કે, સમયની સાથે તે ખુબ આગળ જશે.
29 વર્ષના મયંક હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન સારું પ્રદર્શન રહ્યું નહોતું. નેહરાએ મયંકના વખાણ કરતા કહ્યું કે, ભલે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ફ્લૉપ રહ્યો હોય, પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે આ દરમિયાન ખુબ શીખ્યો હશે. ન્યૂઝીલેન્ડની સાથે રમાયેલી 2 ટેસ્ટ મેચની સીરિઝમાં મયંકે 34,58,7 અને 9 રન કર્યા હતા. વનડે કેરિયર એલાન કર્યું છે. મયંકે 3 વનડે મેચમાં માત્ર 22,3 અને 1 36 રન ફટકાર્યા હતાં.
નેહરાએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સમગ્ર દુનિયામાં બેટિંગ કરવાની સૌથી મુશ્કેલ જગ્યા છે. આવી સ્થિતિમાં કર્ણાટકનો આ બેટ્સમેન પણ તેનો પ્રથમ પ્રવાસ હતો અને અહીંથી તેની અપેક્ષા રાખી શકાતી નથી, પરંતુ માને આશા છે કે તે અહીંના અનુભવોથી શીખી શક્યો હશે.