વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કિક્રેટર બ્રાયન લારા બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ - west indies
મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના બેસ્ટ બેટ્સમેન બ્રાયન લારાને આજે બપારે લગભગ 12:30 વાગ્યે છાતીમાં છુખાવો થતા મુુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લારા વિશ્વકપમાં કોમેન્ટ્રી કરવા માટે ભારત આવ્યા હતા.
સ્પોટ ફોટો
નોંધનીય છે કે, બ્રાયન લારા દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક છે. તેમણે 299 વનડે રમી છે. જેમાં 10,405 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 63 અર્ધ સદી સામેલ છે. ટેસ્ટમાં 232 મેચમાં 11,953 રન બનાવ્યા છે. લારાનું નામ સચિન અને પોન્ટિંગની સાથે લેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક 400 રનનો રેકોર્ડ લારાના નામે છે. સચિન પહેલા ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ લારાના નામે હતો.