ગુજરાત

gujarat

ETV Bharat / sports

બ્રાયન લારાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો - Brian Lara Covid-19 Test News

લારાએ ઇસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, મેં તે બધી અફવાઓ સાંભળી છે, જેમાં મને કોવિડ-19 પોઝિટિવ બતાવવામાં આવ્યો છે. ત્યારે એ જરૂરી છે કે હું બધાને સચ્ચાઇ જણાવું છું. વધુમાં કહ્યું કે, આ જાણકારી માત્ર ખોટી જ નહીં પરંતુ આ કોવિડ-19ની મહામારીમાં આવી ખોટી માહિતી ફેલાવવી તે નુકસાનકારક પણ છે.

Brian Lara
બ્રાયન લારાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

By

Published : Aug 6, 2020, 5:14 PM IST

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવવાની માહિતીને ખોટી ગણાવી છે. સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટસમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, લારાને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, લારાએ આ અંગે જણાવ્યું કે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લારાએ લોકોને આ મહામારીમાં નકારાત્મકતા ન ફેલાવવવા અપીલ કરી છે.

બ્રાયન લારાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

લારાએ ઇસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે મે તે બધી અફવાઓ સાંભળી છે. જેમાં મને કોવિડ-19 પોઝિટિવ બતાવવામાં આવ્યો છે, ત્યારે એ જરૂરી છે કે હું બધાને સચ્ચાઇ જણાવું છું. વધુમાં કહ્યું કે આ જાણકારી માત્ર ખોટી જ નહી પરંતું આ કોવિડ-19ની મહામારીમાં આવી ખોટી માહિતી ફેલાવવી તે નુકસાનકારક પણ છે.

તેમણે કહ્યું કે, તમે મને વ્યક્તિગત રીતે પ્રભાવિત નથી કર્યો, પરંતુ ચિંતાની વાત એ છે કે ખોટી માહિતી ફેલાવવી તે બેદરકારી છે અને તેનાથી મારા ચાહકોમાં બિનજરૂરી ચિંતા ઉભી થઇ છે. આ વાઇરસ એવી વસ્તું નથી કે જેનો ઉપયોગ આપણે નકારાત્મકતા ફેલાવવા માટે કરીએ. હું આશા રાખું છું કે આપણા બધા સુરક્ષિત રહીએ.

આ કોરોના મહામારીના કારણે દુનિયામાં અત્યાર સુધીમાં 7 લાખ લોકોના મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details