3 મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝ સામે રમાનારી મેચમાં જીતના ઈરાદે મેદાન પર ઉતરશે. ભારતીય ટીમનું વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન ભુલી નવી શરુઆત કરશે.
WI vs IND 2nd ODI : ભારતને પ્રથમ ઝટકો ધવન 2 રન બનાવી આઉટ - #WIvIND
સ્પોર્ટસ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝની બીજી મેચ રમાશે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. અગાઉ ભારતે T-20માં વિન્ડિઝને 3-0થી હરાવ્યું હતું. શિખર ધવન 2 રને આઉટ થયો છે.
![WI vs IND 2nd ODI : ભારતને પ્રથમ ઝટકો ધવન 2 રન બનાવી આઉટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4106989-thumbnail-3x2-crick.jpg)
etv bharat
ગેલ નવો રેકોર્ડ બનાવી શકે છે. ગેલની આ સંભવિત અંતિમ સિરિઝ છે. જેને યાદગાર બનાવશે. વેન્ડીઝના દિગ્ગજ બોલર બેસ્ટમેન લારાના 299 વન-ડે મેચની બરાબરી કરી છે. બીજી વન-ડેમાં રમવાની સાથે ગેલ વન-ડે ઈતિહાસમાં 300 મેચ રમનાર દુનિયાનો 21મો ખેલાડી બનશે. ગેલ બ્રાયન લારાનો રેકોર્ડ પણ તોડી શકે છે. ક્રિસ ગેલે 299 મેચમાં 10,397 રન બનાવ્યા છે.
લારાએ 299 મેચમાં 10,405 રન બનાવ્યા છે. ગેલને લારાનો રેકોર્ડ તોડવા માટે માત્ર 9 રનની જરુરી છે. ગેલ પ્રથમ મેચમાં 31 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા