ગુજરાત

gujarat

ETV Bharat / sports

વન-ડે સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો, ભુવનેશ્વર ફરી ઇજાગ્રસ્ત

ચેન્નાઈ: ભારતના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્થ થવાના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર નીકળી ગયા છે અને ટીમમાં તેની જગ્યા મુંબઈના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને મળી શકે છે.

Bhuvneshwar
ભુવનેશ્વર કુમાર

By

Published : Dec 14, 2019, 8:52 AM IST

આગામી રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. પરંતુ તે પહેલા ટીમ માટે ખરાબ સમાચાર છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર ટી-20 શ્રેણીની છેલ્લી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. BCCIના એક અધિકારીએ નામ ન આપવાની શર્તે એક વેબસાઇટને જણાવ્યું કે, “ભુવનેશ્વર શ્રેણીમાંથી બહાર છે અને શાર્દુલ ટીમમાં તેમની જગ્યા લઇ શકે છે.

બન્ને ટીમના કેપ્ટન

શાર્દુલને મળી શકે છે ટીમમાં સ્થાન
શાર્દુલ બાંગ્લાદેશ સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં હતો અને ગુરૂવાર સુધીમાં તેમણે બરોડા સામેની રણજી મેચમાં મુંબઇનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે, ભુવનેશ્વરની ઈજા અંગે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમના સ્નાયુ ખેંચાયા છે. ભુવી આ જ વર્ષે ઓગસ્ટમાં ઘાયલ થયા હતા. જે પછી તેને ટીમમાં પાછા ફરવામાં લાંબો સમય લાગ્યો હતો.

ભુવનેશ્વર ઈજાથી પરત ફર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે પ્રથમ બે મેચમાં એક પણ વિકેટ લીધા વિના 36-36 રન આપ્યા હતા. જ્યારે ત્રીજી ટી-20 માં તેમણે 4 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. જો કે, તેની બોલિંગ દરમિયાન ઘણા કેચ પણ છુટ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details