ગુજરાત

gujarat

By

Published : Jul 14, 2020, 4:27 PM IST

ETV Bharat / sports

2019 વર્લ્ડ કપની સુપર ઑવર પહેલા બેન સ્ટૉકે પીધી હતી સિગારેટ

ઐતિહાસિક સિદ્ધીને 1 વર્ષ પૂરું થયા બાદ એક પુસ્તક ‘મૉર્ગન મેનઃ ધ ઇનસાઇડ સ્ટોરી ઑફ ઇંગલેન્ડ રાઇઝ ઑફ ક્રિકેટ વર્લ્ડ કપ હ્યૂમિલીએશન ટુ ગ્લોરી’માં ખુલાસો કરવામાં આવ્યો છે કે, લોર્ડ્સના મેદાનમાં આ દિવસ દરમિયાન બેન સ્ટૉક દબાણમાં હતો.

Ben Stokes
2019 વર્લ્ડ કપ

લંડનઃ ઇંગલેન્ડના વિશ્વ કપ સંબંધિત એક નવી બુકમાં દર્શાવાયું છે કે, સ્ટાર ઑલરાઉન્જર બેન સ્ટૉકે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઇનલ મેચની સુપર ઑવર પહેલા તણાવમુક્ત રહેવા માટે ‘સિગારેટ બ્રેક’ લીધી હતી. ઇંગ્લેન્ડે એક વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડને વિવાદાસ્પદ બાઉન્ડ્રીની ગણતરીના આધારે હરાવી પહેલી વખત વિશ્વકપ જીત્યો હતો. ફાઇનલ મેચ ટાઇ થયો હતો અને જે બાદ સુપર ઑવરમાં પણ ટાઇની સ્થિતિ જોવા મળી હતી.

બેન સ્ટૉક

આ ઐતિહાસિક સિદ્ધિ બાદ એક વર્ષ પૂરું થયા બાદ એક પુસ્તક ‘મૉર્ગન મેનઃ ધ ઇનસાઇડ સ્ટોરી ઑફ ઇંગલેન્ડ રાઇઝ ઑફ ક્રિકેટ વર્લ્ડ કપ હ્યૂમિલીએશન ટુ ગ્લોરી’માં ખુલાસો કરવામાં આવ્યો છે કે, લોર્ડ્સમાં આ દિવસો દરમિયાન બેન સ્ટૉક દબાણમાં હતો.

નિક હૉલ્ટ અને સ્ટીવ જેમ્સ દ્વારા લખાયેલા આ પુસ્તકમાં કેટલાંક અંશ પ્રકાશિત થયા હતા, જે અંતર્ગત ‘સુપર ઑવર પહેલા 27,000 દર્શકોથી ભરાયેલા સ્ટેડિયમમાં અને ચારેબાજુ કેમેરાની નજર વચ્ચે એકાંત બેસવું મુશ્કેલીભર્યું હતું.’

બેન સ્ટૉક

તેમાં જણાવાયું છે કે, ‘પરંતુ બેન સ્ટૉક ઘણીવાર લોર્ડ્સમાં રમી ચૂક્યો હતો અને તેના ખૂણેખૂણાથી જાણકાર હતો. જ્યારે ઇયોન મોર્ગન ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં તણાવ ઓછઓ કરવાની કોશિશ કરી રહ્યા હતા અને રણનીતિની તૈયારી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે સ્ટૉકે શાંતિ માટે થોડો સમય કાઢ્યો હતો.’

પુસ્તક અનુસાર, ‘તે ધૂળ અને પરસેવાથી લથપથ હતા. તેમણે તણાવભર્યા વાતાવરણમાં 2 કલાક 27 મિનિટ સુધી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. ત્યાં તેમણે સિગારેટ પીધી હતી અને થોડી મિનિટ આરામ લીધો હતો. બેન સ્ટૉકે તેમની 84 રનની અણનમ મેચમાં તે મેન ઑફ ધ મેચ થયો હતો. તેમણે સુપર ઑવરમાં પણ 8 રન બનાવ્યા હતા, જેના કારણે ઇંગ્લેન્ડ ઐતિહાસિક સફળતા રચવા માટે સક્ષમ રહ્યું હતું.’

બેન સ્ટૉક

ABOUT THE AUTHOR

...view details