ગુજરાત

gujarat

ETV Bharat / sports

સ્ટોક્સ કૌટુંબિક કારણોસર પાકિસ્તાન વિરુદ્ધની મેચ રમી શકશે નહીં: ECB - પાકિસ્તાન વિરુદ્ધની 3 મેચની ટેસ્ટ સિરીઝ

ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ કૌટુંબિક કારણોસર પાકિસ્તાન વિરુદ્ધની 3 મેચની ટેસ્ટ સિરીઝની બાકીની મેચ રમી શકશે નહીં.

ETV BHARAT
કૌટુંબિક કારણોસર સ્ટોક્સ પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી શકશે નહીં

By

Published : Aug 10, 2020, 4:56 AM IST

માન્ચેસ્ટરઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ રવિવારે માહિતી આપી કે, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ કૌટુંબિક કારણોસર પાકિસ્તાન સામેની બાકીની મેચ રમી શકશે નહીં. જો કે, ECBએ તેમના હટવા માટેનું સાચું કારણ આપ્યું નથી.

બેન સ્ટોકસ

ECBએ એક નિવેદનમાં જણાવ્યું કે, સ્ટોક્સ આ અઠવાડિયાના અંતે ન્યુઝીલેન્ડ જશે. તે પાકિસ્તાન વિરુદ્ધ 13 ઓગસ્ટ ગુરુવાર અને 21 ઓગસ્ટ શુક્રવારથી એજિસ બાઉલમાં શરૂ થનારી ઇગ્લેંડની 2 ટેસ્ટ મેચ રમી શકશે નહીં.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સ્ટોક્સના પરિવાર સાથે તમામ મીડિયાને વિનંતી કરે છે કે, તે આ સમયે પરિવારની ગોપનીયતાનું સમ્માન કરે. ક્રિસ્ટચર્ચમાં જન્મેલા 29 વર્ષીય સ્ટોક્સ ઇંગ્લેન્ડ ટીમના મહત્વના સભ્ય છે અને તેમણે તાજેતરના વર્ષોમાં ઘણા શાનદાર પ્રદર્શનના કારણે ટીમને જીત અપાવી છે. જેમાં 2019 વર્લ્ડ કપ ફાઇનલ અને એશિઝ હન્ડ્રેડ સામેલ છે. યજમાન ઇંગ્લેન્ડે શરૂઆતની ટેસ્ટ 3 વિકેટે જીતીને 3 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ (અણનમ 84) અને વિકેટકીપર જોસ બટલરે(75) અડધી સદી ફટકારી હતી અને બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 139 રનની ભાગીદારીથી ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવી સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details