ગુજરાત

gujarat

ETV Bharat / sports

હવે કોચ કે કેપ્ટન જ નહીં WAGsને ટૂર પર સાથે રાખવાની મંજૂરી આપશે BCCI - ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝ

મુંબઈ: ગયા વર્ષે ખેલાડીઓ વિશે પત્નિ અથવા તો ગર્લફ્રેન્ડને પ્રવાસ પર લઈ જવા માટે COAએ કેપ્ટન અને કોચને મંજૂરી આપવાનો અધિકાર આપ્યો હતો. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે કે, કેપ્ટન અને કોચ નહીં BCCI મંજૂરી આપશે.

bcci to take call about wags of cricket
bcci to take call about wags of cricket

By

Published : Jan 4, 2020, 3:39 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવેથી પત્નિ અથવા તો ગર્લફ્રેન્ડને ટૂર પર લઈ જવાનો નિર્ણય કોચ અથવા તો કેપ્ટન નહીં પરંતુ BCCI લેશે. અગાઉના વર્ષે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશને આ અધિકાર મે માં કેપ્ટન અને કોચને આપ્યો હતો.

વિરાટ અને અનુષ્કા

21 મે 2019 ના રોજ COAએ આ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેમનું કહેવું હતુ કે, પત્નિ અથવા ગર્લફ્રેન્ડને રાખવાની મંજૂરીનો અધિકાર કેપ્ટન અથવા કોચને આપવામાં આવે. આ નિર્ણયથી ઘણા ખેલાડીઓ નારાજ હતા. એટલું જ નહીં વર્લ્ડ કપ 2019 દરમિયાન એક સિનિયર ખેલાડી પર નિર્ધારિત સમય કરતા વધારે સમય પરિવારને સાથે રાખવાનો આરોપ મૂકાયો હતો.

ABOUT THE AUTHOR

...view details