મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ પર એક ખાસ સંદેશ આપ્યો છે. જે વીડિયો BCCIએ શેર કર્યો છે. કોહલીએ આ વીડિયોમાં ધોની સાથેના સંબંઘો વિશે વાત કરી છે અને જણાવ્યું કે, ટીમમાં ધોનીનું શું મહત્વ હતું. ધોનીની કેપ્ટનશિપમાં ડેબ્યૂ કરનાર કોહલીએ કહ્યું કે, મારા કરિયરની સારી શરુઆત માટે ધોનીનો હું આભારી છું.
તમે હંમેશા મારા કેપ્ટન રહેશો, BCCIએ શેર કર્યો માહી-કોહલીનો ખાસ વીડિયો.... - sportsnews
BCCIએ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ધોની વિશે બોલી રહ્યો છે.
કોહલીએ વીડિયોમાં ધોની સાથે પસાર કરેલી દરેક ક્ષણને યાદ કરી છે અને કહ્યું કે, જીંદગીમાં કેટલીક વખત કંઈ બોલવા માટે શબ્દો ઓછા પડે છે. તમે હંમેશા ટીમની બસમાં છેલ્લી સીટ પર બેસતા હતા. તમારા વિશે વધુ નહી લખું કારણ કે, તમારું વ્યક્તિત્વ બતાવવા માટે ખુબ વધુ છે. તમારી સાથે મારી મિત્રતા સારી હતી, કારણ કે આપણે હંમેશા એક વિચારો સાથે જ રમતા હતા કે, માત્ર ટીમને જીત અપાવવી એ.
રવિવારે કોહલીએ એક ભાવુક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું કે, હું ક્યારે પણ ભૂલી નહીં શકું, જે રીતે શરુઆતના દિવસોમાં કેપ્ટન ધોનીએ તેમનો સાથે આપ્યો હતો. કોહલીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે, આપણી મિત્રતા આવી રીતે સારી જ રહે, તમારી સાથે કેપ્ટનશીપમાં રમવું એ મારું સૌભાગ્ય છે. તમારી નવી સફળતા માટે માટે ખુબ શુભકામના, મે જે દર વખતે કહ્યું તે ફરી આજે કહીશ કે, તમે મારા માટે કેપ્ટન રહેશો. દુનિયાએ સફળતા જોઈ છે, પરંતુ મેં વ્યક્તિત્વને જોયું છે. દરેક વસ્તુ માટે તમારો આભાર કેપ્ટન કુલ...