25 વર્ષીય બુમરાહ ભારતીય ટીમનો ફાસ્ટ બૉલર છે અને ICC વર્લ્ડકપ 2019માં ટીમમાં પણ સામેલ છે. શમી પણ વિશ્વકપ માટે પસંદ કરવામાં આવેલ ટીમ સામેલ છે. ભારતની વર્લ્ડકપ 2019 માટેની 15 ખેલાડીની ટીમમાં સામેલ ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે હાલ સુધીમાં 10 ટેસ્ટમાં 49 વિકેટ લીધેલ છે, જ્યારે 49 વનડે ઈન્ટરનેશનલ મેચમાં તેમણે 85 વિકેટ લીધેલ છે. 42 T-20 ઈન્ટરનેશનલમાં 51 વિકેટ લીધેલ છે.
BCCIએ અર્જુન એવોર્ડ 4 ક્રિકેટરની ભલામણ કરી, આ 2 ગુજ્જુ ખેલાડી સામેલ - jasprit bumrah
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BBCI)એ અર્જુન અવૉર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામ ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પસંદ કરવામાં આવેલા સંચાલકોની સમિતિ (COA)એ દિલ્હીમાં ક્રિકેટના જનરલ મેનેજર સબા કરીમ સાથે મુલાકાત કરી હતી. કરીમે COAને મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામની ભલામણ કરી છે. જેમાં ગુજરાતના જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ છે.
ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ 40 ટેસ્ટ મેચોમાં 144 વિકેટ પોતાના નામે કરેલ છે, જ્યારે 63 વનડે ઈન્ટરનેશનલમાં તેમણે 113 વિકેટ લીધી છે. ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આવનારી ટૂર્નામેન્ટમાં રમશે. જાડેજાએ 41 ટેસ્ટમાં 192 વિકેટ, 151 વનડે ઈન્ટરનેશનલમાં 174 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે T-20 ઈન્ટરનેશનલમાં 40 મેચમાં તેમણે 31 વિકેટ લીધી છે.
મહિલા ટીમની પૂનમ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે ઈંગ્લેન્ડમાં યોજાયેલા ગત મહિલા વિશ્વકપની ટીમમાં સામેલ હતી. 27 વર્ષીય લેગ સ્પિનર પૂનમે 41 મહિલા વનડે ઈન્ટરનેશનલ મેચમાં 63 અને 54 T-20માં 74 વિકેટ પોતાની નામે કરી છે.