BCCI (બોર્ડ ઓફ કન્ટ્રોલ ક્રિકેટ ઇન ઈન્ડિયા)ના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ અશ્વિનની આ ઉપલ્બધિને ખાસ ગણાવી છે. ગાંગુલીએ ટ્વીટ કરતા કહ્યું કે, આ દાયકામાં સૌથી વધારે વિકેટ આર. આશ્વિને લીધી છે. અશ્વિનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
આ દાયકામાં અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર બોલર, ગાંગુલીએ કરી પ્રશંસા - highest wicket taker
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ દાયકામાં સૌથી વધારે વિકેટ લેનાર આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. અશ્વિનની આ ઉપલબ્ધિ પર ICCએ ટ્વીટ કરીને જણાવ્યું છે. ICCએ બોલરની યાદી જાહેર કરી છે. જે બોલરોએ આ દાયકામાં સૌથી વધારે વિકેટ લીધી છે.
ગાંગુલી
ICCની આ યાદીમાં અશ્વિનનું નામ પહેલા નંબરે છે. અશ્વિને 564 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 535 વિકેટ સાથે બીજા સ્થાને છે. ત્રીજ સ્થાને સ્ટુઅર્ટ બ્રોર્ડ છે. જેને 525 વિકેટ લીધી છે. ન્યૂઝિલેન્ડના બોલર ટીમ સાઉથીએ 472 વિકેટ સાથે ચોથા નંબર છે. ટ્રેન્ટ બોલ્ટ 458 વિકેટ ઝડપીને પાંચમાં સ્થાને છે.