નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એટીકે અને મોહન બાગાનને જોડીને બનાવેલી ઇન્ડિયન સુપર લીગની નવી ટીમના એક ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોહન બાગાન ક્લબમાં 80 ટકાનો ભાગ મેળવનારા ચેરમેન સંજીવ ગોયનકાના નેતૃત્વમાં 10 જૂલાઇએ બોર્ડની બેઠક થશે, જેમાં ક્લબનું નામ, જર્સી અને લોગો (ચિહ્ન)ને આખરી ઓપ આપવામાં આવશે.
આ માહિતીની પુષ્ટિ કરતા ટીમના સહ-માલિક અને એક નિર્દેશક ઉત્સવ પારેખે જણાવ્યું કે, ગાંગુલી ટીમના સહ-માલિકોમાંથી એક છે અને ડિરેક્ટર બનવા માટે 100 ટકા લાયક છે. અમે ટીમનું નામ, જર્સી અને લોગોને આખરી ઓપ આપવા માટે પહેલીવાર 10 જૂલાઇએ મળીશું.