ગુજરાત

gujarat

ETV Bharat / sports

વર્લ્ડ કપમાં ખેલાડી તથા પ્રશંસકોની સુરક્ષા વધારવા BCCIએ ICCને પત્ર લખ્યો - CEO

લીડ્સ : ICC વર્લ્ડ કપ 2019 ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રમાય રહ્યો હતો. તે દરમિયાન રાજનીતિક સંદેશો આપતા ત્રણ પ્લેન સ્ટેડિયમ પરથી પસાર થયાં હતા. જેમના પર ભારત વિરોધી બેનર હતાં. આ ઘટનાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગંભીરતાથી લઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પત્ર લખી ભારતીય ખેલાડી અને ફેન્સની સુરક્ષાની માંગ કરી છે.

BCCI એ ICCને લખ્યો પત્ર, ખેલાડીની સુરક્ષાી કરી માંગ

By

Published : Jul 7, 2019, 5:00 PM IST

BCCIના CEOને લખ્યો પત્ર

BCCIના CEOને રાહુલ જોહરીએ ICCને પત્રમાં કહ્યુ કે, આ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી છે. અમે ICC અને ECBને વિનંતી કરીએ છીએ કે, અમને આશ્વાસન આપવામાં આવે કે આવનારી મેચમાં આવી કોઈ ઘટના થશે નહી. ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય પ્રશંસકોને પણ પુરતી સુરક્ષા આપવામાં આવે.

મેચ દરમિયાન સ્ટેડિયમ ઉપર પસાર થતા વિમાન

ICCના ટૂર્નામેન્ટ પ્રમુખ ક્રિસ ટેટલીએ આ ઘટના પર પ્રથમ વખત BCCIની માફી માંગી હતી. તેમણે કહ્યુ કે, ઈમેલ માટે આપનો આભાર માનું છુ.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને સભ્યો

નો ફ્લાઈંગ ઝોન

શ્રીલંકા સામેની મેચમાં એક પછી એક ત્રણ પ્લેન સ્ટેડિયમ પરથી ઉડ્યા હતા. જેમાં બેનર પર લાગ્યા હતા, તેમાં લખ્યું હતુ કે, ભારત નરસંહાર બંધ કરે' અને કાશ્મીરને આઝાદ કરો, તેમજ ભારતમાં મોબ લિન્ચિંગ બંધ કરવામાં આવે.
આ ઘટનાને લઈ ICCએ નારાજગી વ્યકત કરી મેનચેસ્ટર અને બર્મિધનની પોલીસને વાત કરી છે. પોલીસે ICCને આશ્વાસન આપ્યુ કે, બંને શહેરોના સ્ટેડિયમની આસપાસ નો ફલાઈંગ ઝોન જાહેર કરશે.

ABOUT THE AUTHOR

...view details