નવી દિલ્હીઃ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) ટીમ ઈન્ડિયાના કિટ સ્પોન્સરની શોધ શરૂ કરી છે. જેમાં બોર્ડે સોમવારે નવા કિટ સ્પોન્સર અને ઓફિશિયલ મર્ચેન્ડાઇઝિંગ પાર્ટનર નક્કી કરવા ટેન્ડર પ્રોસેસ શરૂ કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન જર્સી સ્પોન્સર નાઈકીનો કરાર આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા નાઈકી કંપનીએ બોર્ડ સાથે 370 કરોડમાં 4 વર્ષનો સોદો કર્યો હતો. જેમાં મેચ દીઠ 85 લાખ ફી અને 30 કરોડની રોયલ્ટી સામેલ છે. આ ડીલ પ્રમાણે નાઈકી ભારતીય ટીમને શૂઝ, જર્સી અને અન્ય વસ્તુઓ મફતમાં આપી રહી છે. બોર્ડે પ્રથમ વખત કંપની સાથે 2006માં ડીલ કરી હતી.