નવી દિલ્હીઃ દૂનિયાના દરેક રમત હાલ કોરોના વાઇરસના કારણે આર્થીક રીતે ભરડામાં આવી ગઇ છે, તેમાં BCCIનો પણ સમાવેશ થાય છે, તેવામાં BCCIના મહાનિદેશક પદ પર કાર્યરત પૂર્વ વિકેટકીપર સબા કરીમનું પદ ખતરામાં છે. જ્યારે બોર્ડનો વિચાર છે કે તેમનું કોઇ ખાસ યોગદાન જોવા મળ્યું નથી.
કરીમનો હોદ્દો ખતરામાં હોવાનું કારણે છે કે ઘણા એવા મુદ્દાઓ છે જેનું નિવારણ આવ્યું નથી, જે તેના કાર્યક્ષેત્રમાં આવે છે. તેના કારણે આર્થીક સ્થિતિને જોતા હાલ તેના પદ પર ખતરો જોવામાં આવી રહ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, હાલનો સમય ખુબ જ મુશ્કેલી સાથે ભરાયેલો છે અને આપણે તેનાથી અવગત છીએ કે હાલના સમયે તમારે અલગ રીતે વિચારવાની જરૂર છે. અમે અધિકારીઓ સાથે અલગ- અલગ ચર્ચા કરી રહ્યા છીએ.
વધુમાં જણાવ્યું કે, કરીમ વિરૂદ્ધ ઘણા રાજ્યોના સંઘોએ ખરાબ વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીની વાત કરવામાં આવે તો, રાહુલ દ્રવિડ અને કેવીપીને જવાબદારી આપવામાં આવી છે, જે પહેલા સબા કરીમ પાસે હતી. જ્યારે બાકીના લોકો પોતાના કામ કરતા પણ વધારે કામ કરે છે અને પોતાની જવાબદારીમાં વધારો કરે છે, ત્યારે તે વાત પર નિર્ભર છે કે તમે સંગઠન માટે શુ કરો છે નહી કે તમે સંગઠન પાસેથી શું લીધું. લોકો તમારા કામ વિશે વાત કરે ના કી તમારા સેલેરી વિશે.