ગુજરાત

gujarat

By

Published : Dec 1, 2019, 6:51 PM IST

ETV Bharat / sports

BCCIની વર્ષની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય, વધી શકે છે દાદાનો કાર્યકાળ

મુંબઇઃ સૌરવ ગાંગુલીના વડપણ હેઠળ બીસીસીઆઇની ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ રવિવારના રોજ પોતાના અધિકારીઓના કાર્યકાળની અવધીમાં થોડી ઢીલાસ વર્તવા માટે મંજૂરી મળી છે. જો કે, આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવાની રહેશે.

વધી શકે છે દાદાનો કાર્યકાળ
વધી શકે છે દાદાનો કાર્યકાળ

બીસીસીઆઇ દ્વારા આયોજીત કરવામાં આવેલી 88મી વાર્ષિક બેઠકમાં(AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અધ્યક્ષના કાર્યકાળમાં 9 મહિના સુધી વધારવામાં આવી શકે છે.

બીસીસીઆઇએ પોતાના અધિકારીઓના કાર્યકાળ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ આ નિર્ણય માટે સુપ્રિમ કોર્ટની પરવાનગી માગશે. બીસીસીઆઇ દ્વારા આ નિર્ણયથી ગાંગુલીના કાર્યકાળ વધારવાનો રસ્તો સાફ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

BCCIની વર્ષની સામાન્ય સભા થઇ પૂર્ણ, વધી શકે છે દાદાનો કાર્યકાળ
એજીએમની લોઢા કમેટીની ભલામણોમાં ફેરફાર કરી કૂલિંગ ઓફ પીરિયડ પૂર્ણ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ ઇચ્છે છે કે, આ બ્રેક બોર્ડ અને રાજ્ય સંઘમાં બે કાર્યકાળ અલગ-અલગ પૂર્ણ કરવા પર થશે.
BCCIની વર્ષની સામાન્ય સભા થઇ પૂર્ણ, વધી શકે છે દાદાનો કાર્યકાળ

આ પણ વાંચોઃ ડેવિસ કપઃ ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, આગામી મુકાબલો ક્રોએશિયા સામે

અહીં મહત્વનું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા બીસીસીઆઇના નવા કાયદા મુજબ કોઈ પણ અધિકારીએ બીસીસીઆઇ અને રાજ્ય સંઘ સાથે મળીને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવામાં આવ્યો છે તો, તેને ત્રણ વર્ષ માટે બ્રેક લેવો પડે. ગાંગુલીએ 23 ઓક્ટોબરના રોજ બીસીસીઆઇના અધ્યક્ષ પદ સંભાળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details