ગુજરાત

gujarat

ETV Bharat / sports

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલ OUT, શુભમન ગિલને મળી તક - test series

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની સીનિયર પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેરાત કરી છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પ્રથમ વાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિદ્ધિમાન સાહ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

india

By

Published : Sep 12, 2019, 5:48 PM IST

ભારત દક્ષિણ આફ્રિકા સામે પહેલા 3 T 20 સીરિઝ રમશે. જે બાદ 3 ટેસ્ટ મેચ રમાશે. 2 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરે પુણેમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેતમાં 19 ઓક્ટોબરે રાંચીમાં રમાશે.

BCCIનું ટ્વીટ

ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વીસી), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમન ગિલ

શુભમન ગિલ

ABOUT THE AUTHOR

...view details