ગુજરાત

gujarat

ETV Bharat / sports

NZ vs IND: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે T-20 ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ પ્લેયરની વાપસી - ન્યુઝીલેન્ડ પ્રવાસ

મુંબઇ: BCCIએ આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઇને ભારતીય ટીમ જાહેર કરી છે. જેમાં 16 સભ્યોની ટીમમાં બેટ્સમેન અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શામી ટીમમાં પરત ફર્યો છે. જ્યારે સંજુ સેમસનને પણ ટીમમાં સામેલ કરાયો છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસને લઇને ભારતીય T 20 ટીમની જાહેરાત
ન્યુઝીલેન્ડ પ્રવાસને લઇને ભારતીય T 20 ટીમની જાહેરાત

By

Published : Jan 13, 2020, 8:45 AM IST

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જવાની છે. જેને લઇને ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમ પ્રવાસમાં 5 T-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ પણ રમશે. જો કે, ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત હજુ સુધી કરાઇ નથી.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય T-20 ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર.

ABOUT THE AUTHOR

...view details