ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત પ્રવાસમાં લોકો અડચણ ઉભી કરે છે: બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડ - બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ

બાંગ્લાદેશ: ઢાકામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ નજમૂલ હસને આક્ષેપ કરતા કહ્યું કે, ટીમના કેટલાક લોકો ભારત પ્રવાસમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશના ખેલાડીઓ તાજેતરમાં જ તેમની માંગણીઓેને લઈને હડતાલ કરી હતી, પરંતુ બાદમાં બોર્ડે માંગણીઓ સ્વીકાર્યા બાદ ખેલાડીઓએ હડતાલનો અંત લાવ્યો હતો.

bcb chief doesnt rule out more pulls out from india tour

By

Published : Oct 28, 2019, 10:06 PM IST

બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓએ ભારતના પ્રવાસ પરથી પોતાને હટાવી લીધા છે. આમાં તમીમ ઇકબાલે પોતાને બીજી વખત પિતા બનવાનું કારણ આગળ ધર્યું તો અન્ય કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ છે.

તે એક ષડયંત્ર હતુ

હસને કહ્યું કે, 'હું કહિ રહ્યો છું કે મને એ વાતની ખાતરી છે કે ભારત પ્રવાસ રદ કરવાનું એક ષડયંત્ર હતું, તેથી તમારે તેના પર વિશ્વાસ કરવો પડશે.' હસને આગળ કહ્યું કે, તમીમે સૌપ્રથમ એક જ ટેસ્ટ મેચમાંથી હટવાનો નિર્ણય લીધો હતો જ્યારે હવે તેઓ સમગ્ર પ્રવાસમાંથી ખસી ગયા છે.

બાંગ્લાદેશના ખેલાડી પ્રેક્ટીસ મેચ દરમિયાન

તમીમે કહ્યું કે, તે સમગ્ર પ્રવાસમાંથી ખસી જવા માગે છે

હસને કહ્યું કે, તમીમે પહેલા મને કહ્યું હતું કે, તે ફક્ત બીજી ટેસ્ટ જ નહીં રમી શકે કારણ કે આ દરમિયાન તે બીજી વખત પિતા બનશે. જો કે ખેલાડીઓ સાથે થયેલી વાતચીત બાદ તેઓ મારા રૂમમાં આવ્યા અને તેઓએ મને કહ્યું કે તે સમગ્ર ભારત પ્રવાસ પરથી ખસી જવા માંગે છે. જ્યારે આ બાબતે મેં તેમને પૂછ્યું કે શા માટે તેઓ નથી જવા માંગતા તો તેમણે કહ્યું કે, બસ તેઓ નથી જવા ઈચ્છતા.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ

કેટલાક અન્ય ખેલાડીઓ પણ નામ પરત લઈ શકે છે

BCB પ્રમુખે જણાવ્યું કે, 'આ પ્રવાસમાંથી કેટલાક અન્ય ખેલાડીઓ પણ તેમના નામ પાછા લઈ શકે છે. હસને કહ્યું કે, આ બધા પછી હવે મને અંતિમ સમયમાં ખબર પડે કે હવે આપણી પાસે કોઈ વિકલ્પ નથી ત્યારે અન્ય ખેલાડીએ પણ તેમનું નામ હટાવી લીધું છે તો મને આશ્ચર્ય થશે નહીં. "

ABOUT THE AUTHOR

...view details