- શ્રીલંકાએ બાંગ્લાદેશને 42 રને હરાવ્યું
- ઉપુલ તરંગા 99 રન સાથે મેન ઓફ ધ મેચ
- શ્રીલંકાએ 180/6 રન અને બાંગ્લાદેશે 138-6 રન બનાવ્યાં
રાયપુર: શ્રીલંકા લિજેન્ડે બાંગ્લાદેશ લિજેન્ડને 42 રને હરાવી દીધું હતું. 181 રનનો પીછો કરતા, બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 138 રન બનાવી શક્યું હતું. પ્રથમ બેટિંગ કરતી વખતે શ્રીલંકાને ઉપુલ તરંગાની 99 રનની બેટિંગને કારણે 6 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને 181 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ત્રણ મેચ રમી છે. બાંગ્લાદેશને ત્રણેય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચમાં ઉપુલ તારંગાને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો.
આ પણ વાંચો:ભારત-ઈગ્લેન્ડ ટી-20: કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય