હૈદરાબાદઃ ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર ભારત માટે 2014 થી 2019 સુધી મુખ્ય બેટિંગ કોચ હતા. BCBના મુખ્ય કાર્યકારીના નિઝામુદીન ચૌધરીએ જાણાવ્યું કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાની ટીમ માટે સંજય બાંગરને બેટિંગ કોચ બનાવાનો વિચાર કરી રહી છે. સંજય બાંગર આગામી સમયમાં બાંગ્લાદેશના બેટિંગ કોચ તરીકે જોવા મળશે.
પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગર બાંગ્લાદેશના બેટિંગ કોચ બને તેવી શક્યતા - સંજય બાંગર
BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ)ના મુખ્ય કાર્યકારીના નિઝામુદીન ચૌધરીના જાણાવ્યાનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાની ટીમ માટે સંજય બાંગરને બેટિંગ કોચ બનાવી શકે છે. પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગર બાંગ્લાદેશના બેટિંગ કોચ બની શકે છે.
સંજય બાંગર
બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જુનમાં બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જે દરમિયાન સંજય બાંગરની બાંગ્લાદેશના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરી શકે છે. સંજય બાંગરે ભારત માટે 12 ટેસ્ટ અને 15 વન ડે મેચ રમી છે.
ઉલ્લેખનીય છે કે સંજય બાંગરે બાંગ્લાદેશના બેટિંગ કોચ બનાવા પર પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યુ કે, BCB સાથે આ વાત માટે ચર્ચા થઈ છે. પંરતુ હજુ સુધી કોઈ ચોકકસ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે સિવાય અન્ય લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.