કરાંચી: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને પાકિસ્તાન પ્રવાસ પર કડક સુરક્ષા આપવામાં આવશે. શુક્રવારથી લાહોરમાં ત્રણ મેચની T-20 સીરિઝ શરુ થઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના એક અધિકારીએ જણાવ્યું કે, બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ લાહોર પહોચે તે પહેલા બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ લાહોર પહોચશે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં મળશે કડક સુરક્ષા: PCB - sportsnews
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને કડક સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું છે. બાંગ્લાદેશ પાકિસ્તાનમાં 3 T20, એક વનડે અને એક ટેસ્ટ રમશે.
etv bharat
ટીમ સુરક્ષા દળોની આગેવાની હેઠળ બાંગ્લાદેશના સુરક્ષા અને ગુપ્તચર વિભાગના પાંચ નિષ્ણાતો હાજર રહેશે. જેનું નેતૃત્વ બાંગ્લાદેશના ગુપ્તચર વિભાગના મહાનિર્દેશક કરશે. PCB અને સરકારને આશ્વાસન આપ્યા બાદ બાંગ્લાદેશ ટીમને કડક સુરક્ષા આપવાનો વિશ્વાસ આપ્યો છે.
BCBના અધ્યક્ષ નજમુલ હસને ઢાકામાં ટીમના પ્રશિક્ષણ શિબિરનો પણ પ્રવાસ કર્યો છે અને ખેલાડીઓ ક્રિકેટ અને મેચ પર ધ્યાન આપવાનું કહેતા તેમની સુરક્ષાનું ઘ્યાન બંને દેશોના બોર્ડ રાખશે.