લંડનઃ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે નબળી લાઇટિંગની સમસ્યાનો હલ કરવા માટે અધિકારીઓને ચમકતા ફ્લેશિંગ બોલનો ઉપયોગ કરીને શરૂઆતના સમયને આગળ વધારવા અને ફ્લડલાઇટ્સમાં સુધારો લાવી શકાય છે. વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે પાકિસ્તાન સાથે બીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી, ત્યારબાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું માનવુ છે કે, ખેલાડીઓને મેદાન પર ટકાવી રાખવા માટે ખરાબ લાઇટિંગની સમસ્યાને હલ કરવાની જરૂર છે.
અજેસ બાઉલના મેદાન પર વરસાદ અને ખરાબ રોશનીના કારણે બીજી ટેસ્ટ મેચમાં ફક્ત 134.3 ઓવર જ શક્ય બની હતી, જો રૂટ અનુસાર આ ઇંગ્લેન્ડની નવમી સૌથી નાની ટેસ્ટ મેચ હતી. રૂટે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અધિકારીઓ ફ્લેશિંગ બોલનો ઉપયોગ કરીને પ્રારંભિક સમય લંબાવી અને ફ્લડલાઇટ્સમાં સુધારો લાવા વિચારણા કરી શકે છે.