સિડની : ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જે.રિચર્ડસને કોવિડ-19 મહામારી બાદ ક્રિકેટ શરૂ થાય તે પહેલા ખંભાની સર્જરી કરાવી છે. રિચર્ડસને પહેલા મહિનામાં જ સર્જરી કરાવી હતી.
ઓસ્ટ્રેલિયન બોલર રિચર્ડસને કરાવી ખંભાની સર્જરી - એશિઝ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી એલેક્સ કોન્ટીરિસે કહ્યુ કે, 'સર્જરી લાંબી હોય છે, પરંતુ હવે રિચર્ડસનને મોકો મળી ગયો કારણ કે અમે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી ક્રિકેટ નહી રમીએ.'
ઓસ્ટ્રેલિયાઇ બોલર રિચર્ડસને કરાવી ખંભાની સર્જરી
ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પાકિસ્તાન વિરૂદ્ધ રમાઇ રહેલી બીજી વન ડે મેચ દરમિયાન ખંભાના ભાગે ઇજા પહોંચી હતી, ત્યારબાદ રિચર્ડસન વર્લ્ડ કપ અને એશિઝ રમી શક્યો નહતો. 23 વર્ષનો ખેલાડી છેલ્લા 6 મહિનાથી ક્રિક્રેટથી દુર છે.