ઓસ્ટ્રિલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવોનું ચિલ્ડ્રન હોમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટીવ વો સામાજિક પ્રવૃત્તિઓ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સતત પહેલ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે બાળકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ મુંબઇમાં માનખુર્દ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી - Australia tour of India, 2020
મુંબઈ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોએ સોમવારે મુંબઈમાં માનખુર્દ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી હતી. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ચિલ્ડ્રન હોમમાં બાળકો સાથે 2 કલાક સુધી ક્રિકેટ પણ રમ્યા હતા.

ક્રિકેટર
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ મુંબઇમાં માનખુર્દ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી
સ્ટીવ વોએ બાળકોને ક્રિકેટ વિશે માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટીવ વો જ્યારે પણ ભારત આવે છે. ત્યારે તેમની સામાજિક સંસ્થા દ્વારા ભારતના ગરીબ લોકોને મદદ કરે છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે. સ્ટીવ વોએ કહ્યું કે, ‘આ સીરિઝમાં ઘણી રસાકસી જોવા મળશે પણ ઓસ્ટ્રેલિયાનો વિજય થશે.’