સિડની : ICCએ રેકિંગ બહાર પાડી હતી. જેમાં T-20માં પણ ઓસ્ટ્રેલિયાઇ ટીમે બાજી મારતા પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. રેંકિંગમાં સૌથી વધુ ફેરફાર T-20માં જોવા મળ્યો છે. આ તકે જો વાત કરવામાં આવે તો T-20માં ઓસ્ટ્રેલિયાઇ ટીમે સૌ પ્રથમ વાર પ્રથમ સ્થાન હાંસિલ કર્યુ છે. ચોંકાવનારી વાત તો એ છે કે પ્રથમ સ્થાને રહેલી પાકિસ્તાની ટીમ ગગડતા ચોથા સ્થાન પર પહોંચી છે.
ટેસ્ટ રેંકિગ બાદ T-20માં પણ ઓસ્ટ્રેલિયાઇ ટીમ પ્રથમ સ્થાને... - t20
ICCએ T-20 રેંકિંગ બહાર પાડ્યું છે. જેમાં પણ ઓસ્ટ્રેલિયાઇ ટીમે ટોંચનુ સ્થાન હાંસલ કર્યુ છે.
ટેસ્ટ રેંકિગ બાદ T-20માં પણ ઓસ્ટ્રેલિયાઇ ટીમ પ્રથમ સ્થાને
T-20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમ 268 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, 268 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડ અને ભારત 266 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન 2018માં ન્યૂઝિલેન્ડને માત આપી અને પ્રથમ સ્થાન હાંસલ કર્યુ હતું.
મહત્વનું છે કે, આજ રોજ ટેસ્ટમાં પણ ICC દ્વારા બહાર પાડેલા નિવેદન મુજબ પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. જ્યારે પ્રથમ સ્થાન પર રહેલી ભારતીય ટીમ પાછળ ધકેલાઇ અને ત્રીજા સ્થાન પર પહોંચી છે.