ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગને કારણે ભાવુક બન્યા યુવરાજસિંહ - વાતાવરણ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજસિંહે ગુરૂવારે ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ અંગે વાત કરતા કહ્યું કે, હવે આપણે વાતાવરણમાં આવતા પરિવર્તનો અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

#bushfiresAustralia
ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગને કારણે ભાવુક બન્યા યુવરાજસિંહ

By

Published : Jan 3, 2020, 11:55 AM IST

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં મહિનાઓથી આગ લાગેલી છે, આ આગ પર હજૂ સુધી કાબુ મેળવી શકાયો નથી. આ આગ જંગલમાં હાહાકાર મચાવી રહી છે, અને આ આગ પર તાત્કાલિક કાબુ મેળવી શકાય તેવી સંભાવના નથી.

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગને કારણે ભાવુક બન્યા યુવરાજસિંહ

યુવરાજે ટ્વીટર પર લખ્યું કે, ઑસ્ટ્રેલિયામાં આ સિઝનમાં 12 મિલિયન એકરથી વધુના જંગલો બાળીને ખાખ થયા છે. #bushfiresAustralia અને દુર્ભાગ્યપૂર્ણ કહેવું પડે છે કે, આપણે 480 મિલિયન જાનવર ગુમાવી ચુક્યા છીએ. આ વાતાવરણમાં આવેલા પલટાની પારાકાષ્ટા છે. આ સમયે આપણે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. હું પ્રભાવિતો માટે ઈશ્વરને પ્રાથના કરૂ છું.

ન્યુ સાઉથ વેલ્સમાં વહિવટી અધિકારિયોએ પણ ઈમરજન્સીની જાહેરાત કરી હતી. આગથી પ્રભાવિત વિસ્તારમાં બચાવ કાર્યની યોજના બનાવી રહ્યાં છે.

ઑપનિંગ બેટ્સમેન ડેવિડ વૉર્નરે કહ્યું કે, ઑસ્ટેલિયાના જંગલોમાં ભીષણ આગ લાગવાના કારણે હું વ્યથિત છું. આવા સમયે અગ્નિશામક દળના કર્મચારીઓ જ સાચા હિરો છે.

ઑપનિંગ બેટ્સમેન ડેવિડ વૉર્નરે કહ્યું કે, ઑસ્ટેલિયાના જંગલોમાં ભીષણ આગ લાગવાના કારણે હું અસ્વસ્થ છું. આવા સમયે અગ્નિશામક દળના કર્મચારીઓ જ સાચા હિરો છે.

ABOUT THE AUTHOR

...view details