ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમનો સૌથી ઓછા સ્કોર,માત્ર 36 રનમાં સમેટાઈ - Team India

ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલબ ઓવલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે આમને-સામને છે. ડે -નાઈટ ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં સમેટાઈ ગઈ છે.

એડિલેડ : ટેસ્ટ મેચમાં
એડિલેડ : ટેસ્ટ મેચમાં

By

Published : Dec 19, 2020, 11:36 AM IST

Updated : Dec 19, 2020, 11:53 AM IST

  • ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનું નિરાશાજનક પ્રદર્શન
  • એક પણ ખેલાડી 10 રનથી વધુ રન ન કરી શક્યો
  • 36 રનમાં જ ભારતીય ક્રિકેટ ટીમ ઓલઆઉટ

એડિલેડ : પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પ્રથમ સેશનમાં માત્ર 36 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે માત્ર 90 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

ભારતીય ટીમે પ્રથમ ઈનિગ્સમાં 244 રન કર્યા હતા. 36 રનના આ સ્કોર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર રહ્યો છે. આ પહેલા 1974માં ઈગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 42 રનનો હતો.

ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવૂડે 5 વિકેટ જ્યારે પેટ કમિન્સે 4 વિકેટ લીધી છે.

Last Updated : Dec 19, 2020, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details