નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીને મંગળવારે આવતા મહીને ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં બંગબંધુ 100 વર્ષ ઉજવણી અંતર્ગત ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની વર્લ્ડ ઈલેવનની સામેની ત્રણ મેચ માટે એશિયા ઈલેવનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં બંગબંધુ 100 વર્ષ ઉજવણી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 15 સદસ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં વિરાટ કોહલી, કે એલ રાહુલ સહિત છ ભારતીયોનો સમાવેશ કરાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલીને એક મેચ માટે ટીમમા સામેલ કર્યો છે. જો કે બીસીસીઆઈએ હજી સુઘી તેની પુષ્ટિ કરી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખેલાડીઓની ઉપલબ્ઘ્તા જોઇને જ બીસીબીને નામ મોકલ્યા હતા.
ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ વલ્ડ ઈલેવન એશિયા ઈલેવનની ટીમમાં ભારતના ઓપનીંગ બેસ્ટમેન શિખર ધવન, લોકેશ રાહુલ, ઋષભ પંત, મોહમ્મદ શામી, વિરાટ કોહલી તેમજ કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે.
વિરાટ કોહલી, કે એલ રાહુલ સહિત છ ભારતીયોનો સમાવેશ એશિયા ઈલેવનમાં પાકિસ્તાનના એક પણ ખેલાડીનો સમાવેશ કરાયો નથી. જો કે પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ ચાલુ હોવાના કારણે પાકિસ્તાનના ખેલાડીઓ આ લિગમાં ભાગ લેશે નહી. એશિયા ઈલેવનમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, તેમજ અફઘાનિસ્તાનના ખેલાડીઓ ભાગ લેશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 15 સદસ્યોની ટીમની જાહેરાત કરી સંભવિત ટીમ
એશિયા ઈલેવનઃ લોકેશ રાહુલ, શીખર ઘવન,વિરાટ કોહલી, ઋષભ પંત, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, તીસારા પરેરા, લસિંથ મલિંગા, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, મુસ્તફિજુર રહેમાન, લિટન દાસ તેમજ સંદીપ લામિચાને,
વર્લ્ડ ઈલેવનઃ એલેક્સ હેલ્સ, ક્રિસ ગેલ, ફાફ ડુ પ્લેસિસ, નિકોલસ પૂરન, બ્રેંડન ટેલર, જોની બ્રેયરસ્ટો, કેરોન પોલાર્ડ, આદિલ રશિદ, શેલ્ડન કોટરેલ, લુંગી એનગિડી, એન્દ્ર ટાઇ અને મિશેલ મેક્લેનાઘન